મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ
Daily Horoscope : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -
ચંદ્ર આજે કુંભ રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપને ટૂંકાગાળાના લાભની લાલચમાં ન ફસાવાની ચેતવણી આપવામાં આવે છે. આર્થિક બાબતમાં ખુબ જ સંભાળપૂર્વકનું પગલું લેવું. રોકાણકારોએ પણ મૂડી રોકાણ સાચવીને કરવું. અગત્યના કાગળો પર સહી-સિક્કા કરતા પહેલા ધ્યાન રાખવું. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. કોર્ટ-કચેરીના મામલામાં સંભાળીને કામ કરવું. આપના મનની એકાગ્રતા ઓછી રહેશે. સ્વાસ્થ્યની પણ વધુ કાળજી લેવાની સલાહ છે. સ્વજનો સાથે મતભેદ ટાળી સૌહાર્દ વધારજો.