કોલકાતા: 28 ફેબ્રુઆરી, 2022ના રોજ, દેવામાં ડૂબેલી પશ્ચિમ બંગાળ સરકાર ઓપન માર્કેટમાંથી 3000 કરોડનું ઉધાર લેવા જઈ રહી(WEST BENGAL GOVERNMENT TO GO FOR FRESH BORROWING OF RS 3000 CRORE) છે. એવું માનવામાં આવે છે કે આ નવી લોનથી સરકારની તિજોરી પર મોટો બોજ(state government is taking new loans) વધશે.
RBI પાસેથી 3,000 કરોડ લેશે ઉધાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની સૂચના અનુસાર, ભારતના કુલ 13 રાજ્યો 28 ફેબ્રુઆરીએ ઓપન માર્કેટમાંથી કુલ 22,203 કરોડ રૂપિયા ઉધાર લેવા જઈ રહ્યા છે. ઋણ લેનારા રાજ્યોની યાદીમાં પશ્ચિમ બંગાળ ટોચ પર છે, તે 3,000 કરોડની લોન લઈ રહી છે. અગાઉ, રાજ્ય સરકારે છેલ્લા બે કેલેન્ડર મહિનામાં પાંચ તબક્કામાં કુલ રૂપિયા 13,000 કરોડનું ઉધાર લીધું હતું. રાજ્ય સરકારે જાન્યુઆરીમાં ત્રણ તબક્કામાં અને તે પહેલાં ડિસેમ્બરમાં બે તબક્કામાં લોન લીધી હતી. આ રીતે, રાજ્ય સરકારે 15 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી વચ્ચેના 72 દિવસના સમયગાળા દરમિયાન રૂપિયા 16,000 કરોડની લોન લીધી છે.
રાજ્ય સરકાર દેનામાં ડુબી રહી છે
નોંધનીય છે કે મે 2011માં જ્યારે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર સત્તામાં આવી ત્યારે તેને શાસનના વારસા તરીકે 1.94 કરોડની લોન મળી હતી. હવે નાણાકીય વર્ષ 2021-22ના અંતે લોનની રકમ રૂપિયા 5.50 લાખ કરોડને વટાવી ગઈ છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે સરકારનું ઉધાર વલણ ત્રણ કારણો તરફ નિર્દેશ કરે છે. પ્રથમ કારણ, છેલ્લા દસ વર્ષમાં રાજ્ય સરકારનો બિન-યોજના ખર્ચ આટલી ચિંતાજનક સ્થિતિમાં વધી ગયો છે, તે ખર્ચને પહોંચી વળવા રાજ્ય સરકારને બજારમાંથી લોન લેવાની ફરજ પડી છે. બીજુ કારણ, રાજ્ય સરકાર પાસે રાજ્ય માટે આવક ઉત્પન્ન કરવાનો સ્થિર અને વૈકલ્પિક સ્ત્રોત નથી, તેથી તેણે બજારના ઋણ પર નિર્ભર રહેવું પડે છે.
બંગાળની GDP 30 ટકાએ પહોંચી
અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે, રાજ્ય સરકાર દેવાની જાળમાં ફસાઈ જવાની અણી પર છે, કારણ કે તે અગાઉની લોન ચૂકવવા માટે નવી લોનનો આશરો લઈ રહી છે. અર્થશાસ્ત્રીઓ એવું પણ માને છે કે, હાલમાં પશ્ચિમ બંગાળમાં દેવું અને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ રેશિયો (GSDP) 30 ટકા સુધી પહોંચી ગયો છે અને જ્યારે તે 50 ટકા સુધી પહોંચશે ત્યારે વસ્તુઓ નિયંત્રણમાંથી બહાર નીકળી જશે.