કોલકાતા : 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાન દ્વારા આત્મસમર્પણ કરાયેલ રોકેટ લોન્ચર સહિત પાંચ રાઇફલ્સ અને હથિયારો કોલકાતામાં પ્રદર્શિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અંગે મંજૂરી આપી દીધી છે. હવે આ હથિયારો બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા પશ્ચિમ બંગાળના એડમિનિસ્ટ્રેટર જનરલ અને ઓફિશિયલ ટ્રસ્ટી બિપ્લબ રોયને સોંપવામાં આવશે.
હથિયારો કોલકાતા મ્યુઝિયમમાં રાખવામાં આવશે : રોય દિલ્હી આવી ચૂક્યા છે અને શસ્ત્રો એકત્રિત કરવા માટે ગ્વાલિયર જશે. આ પછી આ હથિયારોને કોલકાતા લાવવામાં આવશે. આગામી દિવસોમાં આ શસ્ત્રોને સૂચિત મ્યુઝિયમમાં લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પ્રથમ વખત છે જ્યારે રાજ્યમાં કોઈ નાગરિક સંગઠનને 1971ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા સમર્પણ કરવામાં આવેલા હથિયારો પ્રાપ્ત થશે.
એસએફના મહાનિર્દેશક હથિયારો સોંપશે : રોયે ઈટીવી ભારતને કહ્યું, 'અત્યારે હું દિલ્હી એરપોર્ટ પર છું અને ગ્વાલિયરની મારી ફ્લાઈટની રાહ જોઈ રહ્યો છું. મને જણાવતા આનંદ થાય છે કે ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર બીએસએફના મહાનિર્દેશક હથિયારો સોંપશે. હથિયારોમાં રોકેટ લોન્ચર પણ સામેલ છે. આનો ઉપયોગ પાકિસ્તાની સેનાએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં કર્યો હતો. અમે આ શસ્ત્રોને કોલકાતામાં બનાવવામાં આવનાર મ્યુઝિયમ અને રિસર્ચ સેન્ટરમાં પ્રદર્શિત કરીશું.
આવનારી પેઢી માટે મહત્વની સાબિત થશે : પ્રસ્તાવિત મ્યુઝિયમ અંગે રોયે કહ્યું, 'આપણી યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ દર્શાવવા માટે કોલકાતામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું મ્યુઝિયમ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ અંગે કોલકાતાના મેયર ફિરહાદ હકીમ અને કાયદા મંત્રી મલય ઘટક સાથે ચર્ચા કરી ચૂક્યા છે. મ્યુઝિયમમાં મહત્વની કલાકૃતિઓ, મધ્યકાલીન સમય અને પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવશે. આ મ્યુઝિયમ યુવા પેઢીને ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિ વિશે માહિતી આપવા સાથે સંશોધકો માટે એક મહત્વપૂર્ણ સ્થળ સાબિત થશે.
- Bhopal Air Show 2023: ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધ માટે ભારત સંપૂર્ણપણે તૈયારઃ એર માર્શલ
- MiG 29 News: શ્રીનગરમાં મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન તૈનાત, પાકિસ્તાન અને ચીનના ઉડી જશે હોશ