ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આઝાદીની લડાઈમાં આદિવાસીઓના હથિયારોએ બંદૂકધારી અંગેજોને હંફાવ્યાં હતાં

બ્રિટિશરો ઝારખંડના આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલા બળવા ઉપરાંત સ્વતંત્રતાનું પ્રથમ યુદ્ધ હોય કે અન્ય વિદ્રોહ હોય તેને સફળતાપૂર્વક દબાવવામાં સક્ષમ હતા. તોપો અને બંદૂકોથી સજ્જ હોવા છતાં અંગ્રેજો આદિવાસીઓ સામે ધ્રુજતા હતા, કારણ કે તેઓ તીર અને ધનુષ જેવા પરંપરાગત હથિયારોનો ઉપયોગ કરવામાં નિષ્ણાત હતા. બ્રિટિશરોને તેમના હથિયારો છોડવાની ફરજ પડી હતી, કારણ કે આદિવાસીઓ ગોરિલ્લા યુદ્ધમાં પાવરધા હતા અને તેમનો બળવો તે સમયના અન્ય બળવાઓથી અલગ હતો. બ્રિટિશરો માટે ઝારખંડની ભૌગોલિક સ્થિતિએ પણ આદિવાસીઓ પર જીત મેળવવી મુશ્કેલ બનાવી દીધી હતી.

આઝાદીની લડાઈમાં આદિવાસીઓના હથિયારોએ બંદૂકધારી અંગેજોને હંફાવ્યાં હતાં
આઝાદીની લડાઈમાં આદિવાસીઓના હથિયારોએ બંદૂકધારી અંગેજોને હંફાવ્યાં હતાં

By

Published : Aug 29, 2021, 6:08 AM IST

  • આઝાદીના લડવૈયા હતા આદિવાસી
  • પારંપરીક હથિયારોનો કરતાં હતાં ઉપયોગ
  • જળ-જંગલ-જમીનને ભગવાન માનતાં આદિવાસી

ન્યૂઝ ડેસ્ક: અત્યારના ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બ્રિટીશરાજ ફેલાયેલું હતું તે અત્યાચાર અને દમનથી ભરેલું હતું. તે સમય દરમ્યાન અનેક ભાગોમાં, બળવો અને ક્રાંતિ સામાન્ય હતી. ઝારખંડના આદિવાસીઓ દ્વારા કરવામાં આવેલો બળવો હોય કે આઝાદી માટેનું પહેલું યુદ્ધ હોય, બ્રિટિશરો તેને સફળતાપૂર્વક દબાવી શકવામાં સક્ષમ હતા. છતાં તોપો અને બંદૂકોથી સજ્જ હોવા છતાં અંગ્રેજો આદિવાસીઓથી ખોફ ખાતાં હતાં કારણ કે તેઓ તીર અને ધનુષ જેવા પરંપરાગત હથિયારોનો ઉપયોગ કરવામાં નિંષ્ણાત હતા. બ્રિટિશરોને તેમના હથિયારો છોડવાની ફરજ પડી, કારણ કે આદિવાસીઓ ગોરિલ્લા યુદ્ધ લડવામાં નિષ્ણાંત હતા અને તેમનો બળવો તે સમયના અન્ય બળવાઓથી લાક્ષણિક રીતે અલગ હતો. ઝારખંડની ભૌગોલિક સ્થિતિએ પણ બ્રિટિશરો માટે આદિવાસીઓ પર જીત મેળવવી મુશ્કેલ બનાવી હતી.

આઝાદીની લડાઈ

પારંપરીક હથિયારોનો કરતાં હતાં ઉપયોગ

આદિવાસીઓ માટે પરંપરાગત હથિયારો તેમની શ્રદ્ધાનો વિષય હતાં, કારણ કે તેઓ માનતાં હતાં કે આ હથિયારો તેમને વિશેષ તાકાત આપે છે. આદિવાસીઓ પોતાની જાતને બચાવવા માટે નાની ઉંમરથી જ ધનુષ, તીર, ભાલા, લાકડીઓ અને ઘણા પરંપરાગત હથિયારોના ઉપયોગથી ટેવાયેલા હતાં અને યુદ્ધની કળામાં પણ કુશળ હતાં. પોતાના હથિયારને વધારે ઘાતક બનાવવા માટે આદિવાસીઓ તીર પર ખાસ પ્રકારનો વરખ લગાવતાં હતાં. આ મિશ્રણ ખાસ જડીબુટ્ટીઓમાંથી તૈયાર કરવામાં આવતું હતું. જે દુશ્મન માટે જીવલેણ બને છે. તીર પર લગાવવામાં આવતાં કેટલાક લેપ એ રીતે તૈયાર કરવામાં આવતા હતાં જેનાથી દુશ્મનો ધીરેધીરે મરતાં અને અતિશય પીડાતાં.

ગોરીલા યુદ્ધ નીતિનો કરતાં હતાં ઉપયોગ

આદિવાસીઓ વિવિધ પ્રકારની યુદ્ધ રણનીતિઓ અપનાવતાં હતાં. તેઓ જંગલોમાં છુપાઈ જતાં અને તેમના દુશ્મનોની રાહ જોતાં. જેવા તેઓ પોતાના દુશ્મનો વિશે કોઈ સંકેત મેળવતાં તેવા જ તેઓ ચારેય બાજુથી દુશ્મનો પર હુમલો કરતાં. હુમલા દરમિયાન આદિવાસીઓ પણ ઘાયલ થતાં, ત્યારે ઔષધિઓ દ્વારા તેમની સારવાર કરવામાં આવતી અને તેનાથી તેઓ સાજા થતાં. આદિવાસીઓ જ્યાં રહેતાં હતાં તે જગ્યાઓ પર વાંસ અને લોખંડ સરળતાથી મળી રહેતાં હોવાના કારણે તેઓ પરંપરાગત હથિયારોનો ઉપયોગ કરવામાં નિપૂણ હતાં.

જળ-જંગલ-જમીનને ભગવાન માનતાં આદિવાસી

જબરા પહાડીયાથી લઈને સિદો-કાન્હૂ અને નીલામ્બર-પીતામ્બરથી લઇને બિરસા મુંડા સુધીના જેઓ દેશની આઝાદીના પ્રથમ શહીદો હતાં તેઓ પરંપરાગત હથિયારોનો ઉપયોગ કરવામાં નિષ્ણાત હતાં. આદિવાસીઓ માટે આ માત્ર આઝાદીની લડાઈ જ નહોતી પરંતુ તેમની શ્રદ્ધાની પણ લડાઈ હતી, કારણ કે તેઓ જળ-જંગલ-જમીનને ભગવાન માનતાં હતાં.

ABOUT THE AUTHOR

...view details