ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આગામી 5 દિવસોમાં આ રાજ્યોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી - gujarat rain news

દેશના કેટલાક ભાગમાં મંગળવારે ભારે વરસાદ થયો છે. જેમાં ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ સહિત કેટલાક અન્ય રાજ્યો પણ સામેલ છે. વરસાદથી આ રાજ્યોમાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. આ દરમિયાન ભારત હવામાન વિભાગ (IMD)એ જાણકારી આપી છે કે બુધવારથી લઈને આવતા કેટલાક દિવસ સુધી કેટલાક રાજ્યોમાં સતત વરસાદ થશે. આને લઈને IMDએ એલર્ટ જારી કર્યુ છે.

આગામી 5 દિવસોમાં આ રાજ્યોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
આગામી 5 દિવસોમાં આ રાજ્યોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી

By

Published : Aug 25, 2021, 10:28 AM IST

  • IMDએ વરસાદને લઈને એલર્ટ જારી કર્યુ
  • પૂર્વ- પશ્ચિમની કેટલીક જગ્યાઓ પર 25 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી
  • ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 27 ઓગસ્ટ સુધીવરસાદથશે

નવી દિલ્હી : IMDએ કહ્યું છે કે બુધવારથી લઈને આવતા કેટલાક દિવસ સુધી કેટલાક રાજ્યોમાં સતત વરસાદ થશે.જેમાં ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ સહિત કેટલાક અન્ય રાજ્યો પણ સામેલ છે. વરસાદથી આ રાજ્યોમાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે.

પૂર્વ- પશ્ચિમની કેટલીક જગ્યાઓ પર 25 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી

IMDનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં અનેક વિસ્તારોમાં અને પશ્ચિમી ભાગેમાં કેટલીક જગ્યાઓ પર 25 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે. આ દરમિયાન ક્યાંય ભારે તો ક્યાંક હળવો વરસાદ થશે. ત્યારે નોર્થ ઈસ્ટ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમી તટીય વિસ્તારમાં આવતા 4થી 5 દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્યમાં વરસાદની ઘટ છતા પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાઈ, સિંચાઈ વિભાગે કર્યું માઈક્રો મેનેજમેન્ટ

ક્યાંય ભારે તો ક્યાંક ઝરમરવરસાદથશે

આ સાથે ઉત્તર પૂર્વ ભારત, બંગાળના સૌથી હિમાલયી વિસ્તાર અને સિક્કિમમાં 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે. આસામ અને મેઘાલયના મોટાભાગના વિસ્તારમાં 25 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની આગાહી છે. ત્યારે યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં 27 ઓગસ્ટ સુધી ઝરમર વરસાદ થવાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત તમિલનાડુ, કેરળ અમે માહેમાં 26 અને 27 ઓગસ્ટે વરસાદનું અનુમાન છે. ત્યારે રાજસ્થાનને છોડી અન્ય મધ્યમ ભારતીય વિસ્તારમાં 27 ઓગસ્ટ સુધી વરસાદ થવાનું અનુમાન છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 27 ઓગસ્ટ સુધી વરસાદ થશે.

આ પણ વાંચો :Rain in gujarat: લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ 27 ઓગસ્ટ સુધીવરસાદથશે

હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં 24 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થશે જ્યારે 25-28 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગોમાં હવામાનના મુખ્યતઃ શુષ્ક રહેવાની શક્યતા છે. 29 ઓગસ્ટથી એક નવી સિસ્ટમ બનવાથી રાજ્યમાં એક વાર ફરી વરસાદની ગતિવિધિઓમાં વધારો થશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે જ કેટલાક સ્થાનો પર વરસાદના અણસાર છે.

ABOUT THE AUTHOR

...view details