- લોકોએ દેશોની પવિત્ર નદીઓના જળ મોકલ્યા
- અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 115 નદીઓના જળની અભિશેક કરામાં આવશે
- અન્ય દેશમાંથી રામ મંદિરના નિર્માણ અને જળ પહોંચાળવામાં આવ્યું
નવી દિલ્હી: રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે કહ્યું કે, લોકોએ જે આદર સાથે પોતાના દેશોની પવિત્ર નદીઓના પાણી મોકલ્યા છે. તે ઇતિહાસનું અદ્ભૂત ઉદાહરણ છે અને હંમેશા યાદ રહેશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આ પાણી બાંધકામ સમયે પૃથ્વી માતાને સમર્પિત કરવામાં આવશે.
આ પણ વાંચો:VHP નેતાએ જણાવ્યું,'ગર્ભગૃહ'માં ક્યાં સુધી બિરાજમાન થશે રામ લલ્લા
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું સ્વપ્ન
બીજી બાજુ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે કહ્યું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનું સ્વપ્ન ઘણી પેછીઓએ જોયું હતું અને આજે જ્યારે આ સપનું સાકાર થઈ રહ્યું છે, ત્યારે તે આપણા બધા માટે ગૌરવની વાત છે. અયોધ્યામાં રામ મંદિર માટે 115 દેશો અને 7 ખંડોમાંથી પાણી એકત્રિત કરવાનો એક નવીન વિચાર છે.