- ભારતી એરટેલ (Bharti Airtel) પછી હવે વોડાફોન-આઈડિયાએ (Vodafone-Idea) ગ્રાહકોને આપ્યો ઝટકો
- વોડાફોન આઈડિયાએ (Vodafone-Idea) મોબાઈલ સેવાઓની કિંમત (Mobile Services Price) 20થી 25 ટકા વધારી
- એરટેલે (Airtel) ભાવવધારાની જાહેરાતના એક દિવસ પછી વોડાફોન આઈડિયાએ (Vodafone-Idea) પણ કર્યો ભાવવધારો
મુંબઈઃ દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની (Telecom Company) વોડાફોન-આઈડિયા (Vodafone-Idea)એ મંગળવારે તમામ પ્લાનમાં મોબાઈલના કોલ અને ડેટાના પ્લાનમાં 20થી 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, આ નવો ભાવવધારો 25 નવેમ્બરથી અમલમાં લેવાશે.
આ પણ વાંચો-સુપ્રીમ કોર્ટ કમિટીના સભ્યએ કહ્યું- જો MSP પર કાયદો બનશે તો, ભારતીય અર્થતંત્ર પર સંકટ
રિચાર્જની ઓછામાં ઓછી કિંમત 25ની જગ્યાએ હવે 79થી 99 રૂપિયા
કંપનીએ 28 દિવસના સમયગાળા માટે રિચાર્જની ઓછામાં ઓછી કિંમત 25.31 રૂપિયાથી વધારીને 79થી 99 રૂપિયા કરી દીધી છે. વોડાફોન આઈડિયાએ લોકપ્રિય અનલિમિટેડ શ્રેણીના પ્લાનની (Unlimited plan) કિંમતોમાં પણ 20થી 23 ટકાનો વધારો કર્યો છે.