ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિસ્તારા એરલાઇન્સે બનાવી યોજના, વર્ષના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યામાં કરશે વધારો

ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ વિસ્તારા એરલાઇન (Vistara Airlines) આગામી વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછા 20 વધુ એરક્રાફ્ટ ખરીદવાની યોજના (Plan to buy more aircraft) બનાવી છે. કંપનીનું કહેવું છે કે, આ વર્ષે તે તેના કર્મચારીઓની સંખ્યા વધારીને 5 હજાર (Vistara Airlines increase the number of employees) કરશે.

વિસ્તારા એરલાઇન્સે બનાવી યોજના, વર્ષના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યામાં કરશે વધારો
વિસ્તારા એરલાઇન્સે બનાવી યોજના, વર્ષના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યામાં કરશે વધારો

By

Published : Feb 23, 2022, 2:16 PM IST

નવી દિલ્હી:વિસ્તારા એરલાઇન આ વર્ષના અંત સુધીમાં તેના કર્મચારીઓની સંખ્યા વધારીને 5,000 કરવાની યોજના (Vistara Airlines increase the number of employees) બનાવી છે. તેની એકંદર સેવાઓમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે, એરલાઇન તેની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરવા અને તેના કાફલાને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં વિસ્તારા એરલાઇન (Vistara Airlines) સાથે લગભગ 4,000 કર્મચારીઓ સંકળાયેલા છે. આ ક્ષેત્ર કોરોના મહામારીને કારણે ઉડ્ડયન સેવાઓ પર પડેલી વ્યાપક અસરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્રીજી લહેરની અસર ઓછી થતાં ફરી એકવાર હવાઈ પરિવહનની સ્થિતિ સામાન્ય થતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:Stock Market India: શેર બજાર પર રશિયા યુક્રેન સંકટની અસર હજી પણ યથાવત્, પહેલા દિવસે નબળી શરૂઆત

એરલાઇન એકસાથે અનેક સ્તરો પર કામ કરી રહી છે

વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિનોદ કન્નને મંગળવારે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં માંગ પાછી આવી છે અને લોકોએ ફરી હવાઈ મુસાફરી શરૂ કરી છે. મને લાગે છે ,કે જો કોરોનાના કેસોમાં ઘટાડો (Decrease in corona cases) થવાનો ટ્રેન્ડ આ રીતે જ ચાલુ રહેશે તો હવાઈ પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થશે. તેમણે કહ્યું કે, એરલાઇન એકસાથે અનેક સ્તરો પર કામ કરી રહી છે અને હાલમાં કોવિડ પહેલાના સમયગાળા કરતાં વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે.

આ પણ વાંચો:Diamond Market surat: યુક્રેન અને રશિયાની તંગદિલીથી ડાયમંડ માર્કેટમાં મંદીનો માહોલ

વર્ષના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યા 4,000થી 5,000 થવાની ધારણા

તેમણે જણાવ્યું કે, અમે એક દિવસમાં લગભગ 220-250 ફ્લાઈટ્સ ચલાવીએ છીએ. હવે જોવાનું છે કે, આપણે કેવી રીતે આગળ વધીએ છીએ. આમાં કર્મચારીઓ અને ભાગીદારોને સામેલ કરવાનો પણ સમાવેશ થાય છે. વધતી પ્રવૃત્તિઓને કારણે આ વર્ષના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યા 4,000થી વધીને 5,000 થવાની ધારણા છે. ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેના સંયુક્ત સાહસ તરીકે સ્થપાયેલ વિસ્તારા પાસે હાલમાં તેના કાફલામાં 50 એરક્રાફ્ટ (Plan to buy more aircraft) છે, જેને કંપની 2023ના અંત સુધીમાં 70 સુધી લઈ જવા માગે છે.

ABOUT THE AUTHOR

...view details