ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં દરોડા પાડવા ગયેલી પોલીસ પર ગ્રામજનોનો હુમલો - આઈટીબીપી

બિહારના રોહતાસમાં દરોડા પાડવા ગયેલી પોલીસ પર ગ્રામજનોએ હુમલો કર્યો હતો, જેના કારણે પોલીસના વાહનોને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું.

બિહારમાં દરોડા પાડવા ગયેલી પોલીસ પર ગ્રામજનોનો હુમલો
બિહારમાં દરોડા પાડવા ગયેલી પોલીસ પર ગ્રામજનોનો હુમલો

By

Published : Mar 3, 2021, 1:35 PM IST

  • બરવાડી ગામમાં પોલીસ ITBPના જવાનને પોલીસ સ્ટેશન લઈ જતી હતી
  • ITBPના જવાનની ધરપકડથી ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસ પર હુમલો કર્યો
  • ગ્રામજનો અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં ત્રણ પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા

રોહતાસ (બિહાર): બરવાડી ગામમાં દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર ગ્રામજનોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે જ્યારે પોલીસ ગામમાં દરોડા પાડવા ગઈ હતી. તે દરમિયાન ગ્રામજનોએ પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ ગામમાં આઈટીબીપીના જવાન વૈદ્યનાથ રામની પૂછપરછ બાદ તેને પોલીસ સ્ટેશને લઈ જતી હતી, જેનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.

પોલીસે ITBPના જવાન સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ

વૈદ્યનાથ રામે પોલીસને જણાવ્યું હતું કે, તે કેરળમાં આઈટીબીપીના જવાન છે અને રજાઓમાં અહીં આવ્યો છે. પોલીસ પર આક્ષેપ છે કે, પોલીસે આઈટીબીપીના જવાન સાથે મારામારી પણ કરી હતી. જ્યારે પોલીસે આ જવાનને ન છોડ્યો તો ગ્રામજનો ઉશ્કેરાઈને પોલીસ પર હુમલો કર્યો. આ ઘટનામાં અમઝોર પોલીસ સ્ટેશનના પીઆઈ અજયકુમાર સહિત ત્રણ પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details