ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચિત્તોડગઢમાં એક યુવકનો વીડિયો વાયરલ, વીડિયોમાં આત્મહત્યાનો કરાયો ઉલ્લેખ - ઈન્દિરા કોલોની

રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક યુવકનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના સાસરિયાંથી હેરાન થઈને આત્મહત્યાની વાત કરી રહ્યો છે. આ વીડિયો રાવરભાટાના ગુમ યુવક સત્યનારાયણનો વીડિયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવકની તપાસ શરૂ કરી છે.

ચિત્તોડગઢમાં એક યુવકનો વીડિયો વાયરલ, વીડિયોમાં આત્મહત્યાનો કરાયો ઉલ્લેખ
ચિત્તોડગઢમાં એક યુવકનો વીડિયો વાયરલ, વીડિયોમાં આત્મહત્યાનો કરાયો ઉલ્લેખ

By

Published : Mar 16, 2021, 10:04 AM IST

  • યુવકે સાસરિયાંથી હેરાન થઈ આત્મહત્યાની કરી વાત
  • વીડિયો રાવરભાટાના ગુમ યુવક સત્યનારાયણનો છે
  • ETV Bharat આ વીડિયોની પુષ્ટિ નથી કરતું

આ પણ વાંચોઃબનાસડેરીની ચૂંટણી પહેલા નવો વળાંક, ઈકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ચિત્તોડગઢઃ રાવતભાટા ક્ષેત્રના ગુમ યુવકનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોતાના સાસરિયાંથી હેરાન થઈને આત્મહત્યાની વાત કરી રહ્યો છે. આ વીડિયો રાવરભાટાના ગુમ યુવક સત્યનારાયણનો વીડિયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવકની તપાસ શરૂ કરી છે. જોકે, ETV Bharat આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચોઃ પલસાણામાં શારીરિક અને માનસિક ત્રાસ આપતા બુટલેગર પતિ સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી

યુવકે સાસરિયાં સામે માનસિક ત્રાસનો કર્યો આક્ષેપ

વાયરલ વીડિયો રાવતભાટાની ઈન્દિરા કોલોનીમાં રહેતા સત્યનારાયણ નામના યુવકનો છે. આ યુવક ઘરથી ગુમ હતો. વીડિયોમાં યુવકે તેના સાસરિયાં સામે માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. તે આત્મહત્યાની પણ વાત કરી રહ્યો છે. યુવકે વીડિયોમાં પોતાની પત્ની, સાસુ, સસરા સહિતના સાસરિયાં સામે માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details