ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બહેન પ્રિયંકા ગાંધીના રસ્તે BJP MP વરુણ ગાંધી, PM મોદીને પત્ર લખીને કરી આ માંગ - ભારતમાં ખેડૂત આંદોલન

પીલીભીતથી BJP સાંસદ (pilibhit bjp mp) વરુણ ગાંધી (varun gandhi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (pm modi)ને પત્ર લખ્યો છે. વરુણ ગાંધીએ MSP પર કાયદો બનાવા સહિત અન્ય મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી છે. સાંસદ વરુણ ગાંધી (mp varun gandhi)એ આંદોલન (portest)માં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને એક-એક કરોડ વળતર (compensation to family of farmers)આપવાની માંગ કરી છે.

બહેન પ્રિયંકા ગાંધીના રસ્તે BJP MP વરુણ ગાંધી, PM મોદીને પત્ર લખીને કરી આ માંગ
બહેન પ્રિયંકા ગાંધીના રસ્તે BJP MP વરુણ ગાંધી, PM મોદીને પત્ર લખીને કરી આ માંગ

By

Published : Nov 20, 2021, 6:32 PM IST

  • વરૂણ ગાંધીએ કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાતને આવકારી
  • MSP પર કાયદો બનાવવા પર નિર્ણય લેવા કહ્યું
  • શહીદ ખેડૂતોના પરિવારને 1-1 કરોડ વળતર આપવાની કરી માંગ

લખનૌ: ત્રણેય કૃષિ કાયદાઓ (three agricultural laws) પાછા ખેંચવાની જાહેરાત બાદ પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી (pilibhit bjp mp varun gandhi)એ પણ બહેન પ્રિયંકા ગાંધીની માફક વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister narendra modi)ને પત્ર લખ્યો છે. વરુણ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર મોકલીને કૃષિ કાયદો (agricultural laws) પાછો ખેંચવાની જાહેરાતને આવકારી છે અને MSP પર કાયદો બનાવવા સહિત અન્ય મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરી છે.

આંદોલનમાં 700થી વધારે ખેડૂતો શહીદ

PMને મોકલવામાં આવેલા પત્રમાં સાંસદ વરુણ ગાંધીએ લખ્યું છે કે, છેલ્લા એક વર્ષથી 3 કૃષિ કાયદાને રદ કરવાની અને પાકના લઘુત્તમ ટેકાના ભાવ (minimum support price)ની વૈધાનિક ગેરંટી આપવાની માંગને લઈને સમગ્ર દેશમાં ખેડૂતોનું વિશાળ આંદોલન (Huge movement of farmers) ચાલી રહ્યું છે. તમે મોટું દિલ રાખીને આ કાયદાઓ રદ કરવાની જે જાહેરાત કરી છે તેના માટે હું તમારો આભાર માનું છું. છેલ્લા એક વર્ષમાં આ આંદોલનમાં 700થી વધુ ખેડૂત ભાઈઓ અત્યંત કપરી પરિસ્થિતિમાં વિરોધ કરતા શહીદ (farmer martyrs) પણ થયા છે. તેમણે આગળ લખ્યું છે કે, મારું માનવું છે કે જો આ નિર્ણય પહેલા લેવામાં આવ્યો હોત તો આટલી મોટી જાનહાનિ ન થઈ હોત.

મૃતક ખેડૂતોના પરિવારને 1-1 કરોડ રૂપિયા વળતર તરીકે આપવામાં આવે

વરુણ ગાંધીએ લખ્યું છે કે, તમને નમ્ર વિનંતી છે કે આંદોલન (farmers protest)માં શહીદ થયેલા ખેડૂત ભાઈઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમના પરિવારોને પણ એક-એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. આ આંદોલન દરમિયાન ખેડૂત ભાઈઓને હેરાન કરવા માટે નોંધાયેલી તમામ નકલી FIR પણ તાત્કાલિક રદ કરવી જોઈએ. ખેડૂતોની બીજી માંગ MSPને કાયદાકીય રીતે બંધનકર્તા બનાવવા સંબંધિત છે. આપણા દેશમાં 85 ટકાથી વધુ નાના અને સીમાંત ખેડૂતો છે. આ ખેડૂતોના સશક્તિકરણ માટે, આપણે સુનિશ્ચિત કરવું પડશે કે તેઓને તેમના પાકની યોગ્ય કિંમત મળે.

MSPની વૈધાનિક ગેરંટી મળવી ખૂબ જ મહત્વપૂર્ણ

વરુણ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, આ માંગના નિરાકરણ વિના ખેડૂતોનું આંદોલન સમાપ્ત થશે નહીં અને વ્યાપક આક્રોશ રહેશે, જે એક યા બીજા સ્વરૂપે બહાર આવતો રહેશે. તેથી, ખેડૂતોને પાકની MSPની વૈધાનિક ગેરંટી મળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. MSP પણ કૃષિ કિંમત કમિશનના C2 + 50% સૂત્ર પર આધારિત હોવી જોઈએ. આ સંદર્ભે મારી આપને નમ્ર વિનંતી છે કે, સરકારે રાષ્ટ્રના હિતમાં આ માંગણીનો તાત્કાલિક સ્વીકાર કરવો જોઈએ. આનાથી આપણા ખેડૂત ભાઈઓને મોટું આર્થિક સુરક્ષા કવચ મળશે અને તેમની સ્થિતિમાં ઘણો સુધારો થશે.

લખીમપુરમાં હિંસા લોકશાહી પર કાળો ડાઘ

BJP સાંસદ વરુણ ગાંધીએ લખ્યું છે કે વરિષ્ઠ હોદ્દા પર બેઠેલા ઘણા નેતાઓએ આંદોલનકારી ખેડૂતો વિશે ખૂબ જ દુઃખદ નિવેદનો આપ્યા છે. આ નિવેદનો અને ખેડૂતોના આંદોલન પ્રત્યે અત્યાર સુધી અપનાવવામાં આવેલા ઉપેક્ષિત વલણનું પરિણામ છે કે 3 ઑક્ટોબરના રોજ લખીમપુર ખેરીમાં 5 ખેડૂત ભાઈઓને વાહનો દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા. આ હ્રદયદ્રાવક ઘટના આપણી લોકશાહી પર કાળા ધબ્બા સમાન છે.

કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ

વરુણ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે, હું તમને વિનંતી કરું છું કે નિષ્પક્ષ તપાસ અને ન્યાય માટે આ ઘટનામાં સંડોવાયેલા કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. લોકશાહી બંધારણ, સંવાદ અને સંવેદનશીલતા પર ચાલે છે. દેશના ખેડૂતો અપેક્ષા રાખે છે કે તમે સંવેદનશીલતાથી અને સમયસર તેમની સમસ્યાઓનો ઉકેલ લાવો. તેમણે લખ્યું છે કે, હું માનું છું કે ખેડૂતોની ઉપરોક્ત અન્ય માંગણીઓ સ્વીકારીને લખીમપુર ખેરીની ઘટનામાં ન્યાયનો માર્ગ મોકળો થવાથી દેશમાં તમારું સન્માન વધી જશે. હું આશા રાખું છું કે તમે ટૂંક સમયમાં આ બાબતે ચોક્કસ નિર્ણય લેશો.

આ પણ વાંચો: કરતારપુર પહોંચેલા નવજોત સિદ્ધુએ વડાપ્રધાન ઈમરાન ખાનને ગણાવ્યા 'મોટા ભાઈ', અમિત માલવિયાનું ટ્વિટ

આ પણ વાંચો: ઓનલાઈન ફાર્મસી બિઝનેસમાં ફ્લિપકાર્ટની એન્ટ્રી, આ ભારતીય કંપનીનું કરશે સંપાદન

ABOUT THE AUTHOR

...view details