ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વેક્સિનની અછત વચ્ચે સાંસદે કાર્યાલયમાં સ્ટાફને વેક્સિન અપાવતા ફોટા વાયરલ

તારાનાથી કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પરમારે કહ્યું કે, સાંસદ અનિલ ફિરોઝિયા સામાન્ય લોકોના હક્કોની હત્યા કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, રેમડેસીવીર અને બેડ વેચવામાં તેમનો હાથ છે અને આજે તેમણે તે સાબિત કરી દીધું છે.

વેક્સિન
વેક્સિન

By

Published : May 15, 2021, 2:14 PM IST

  • 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને કોરોના રસી લગાવવાનું શરૂ
  • સ્ટાફના 14 લોકોને સેઠી નગર સ્થિત કાર્યાલય પર રસી લગાવી
  • સાસંદ ફિરોઝિયાના સ્ટાફની આ તસવીરો વાયરલ થઈ

ઉજ્જૈન (મધ્યપ્રદેશ) :જીલ્લામાં રાજ્યભરની સાથે-સાથે 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનોને કોરોના રસી લગાવવાની શરૂ કરી દીધા છે. પરંતુ 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનો જિલ્લામાં રસી લેવાની ચિંતામાં છે. તેમને રસી સમયસર મળી રહી નથી. જિલ્લામાં રસીનો અભાવ ફક્ત સામાન્ય લોકો માટે જ દેખાય છે.

પ્રતિનિધિઓ પોતે અને તેમના લોકોને સરળતાથી રસી અપાવતા હોય

જિલ્લાના ઘણા પ્રતિનિધિઓ પોતે અને તેમના લોકોને સરળતાથી રસી અપાવતા હોય છે. આ બાબતમાં શુક્રવારે ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોઝિયાએ સેથી નગર સ્થિત તેમની ઓફિસમાં તેમના સ્ટાફના લગભગ 14 લોકોને સેઠી નગર સ્થિત પોતાના કાર્યાલય પર રસી લગાવી છે. રસી લાગાવ્યા પછી તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. સાસંદ ફિરોઝિયાના સ્ટાફની આ તસવીરો વાયરલ થઈ રહી છે, જેના કારણે શહેરમાં વિવાદ ઉભો થયો છે.

આ પણ વાંચો : રાજકોટ આરોગ્ય કેન્દ્રમાં 100 રૂપિયામાં વેક્સિન ટોકન વેચાવાનો વશરામ સાગઠિયાનો આક્ષેપ

સામાન્ય લોકોના હક્કોની હત્યા થઇ રહી

આરોગ્ય વિભાગની ટીમ બે વાર સાંસદ અનિલ ફિરોઝિયાની ઓફિસે પહોંચી હતી અને તેમના સ્ટાફ અને સમર્થકોને કોરોના રસી આપવામાં આવી હતી. તારાના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પરમારે જણાવ્યું હતું કે, સાંસદ અનિલ ફિરોઝિયા સાંસદના કર્મચારીઓને કોરોના રસી લાગવવા માટેે સામાન્ય લોકોના હક્કોની હત્યા કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, રેમડેસીવીર અને બેડ વેચવામાં તેમનો હાથ છે અને આજે તેણે તે સાબિત કરી દીધું છે.

આ પણ વાંચો : વેક્સિન પર શંકા બંધ કરોઃ વેક્સિનથી કોરોના થવાની શક્યતા ઓછી થઇ જાય છે

લોકોને કોરોનાની રસી માટે સ્લોટ્સ નથી મળી રહ્યા

1 મે 2021થી જિલ્લામાં 18 વર્ષથી ઉપરના યુવાનોનું રસીકરણ શરૂ થયું છે. પરંતુ યુવાનો કોરોના રસી લાગુ કરવા માટે અઠવાડિયાની રાહ જોતા હોય છે. સરકાર દ્વારા અપાયેલી વેબસાઇટ-એપ્લિકેશન દ્વારા તેઓ નોંધણી કરાવી રહ્યા છે. પરંતુ લોકોને સ્લોટ્સ નથી મળતા અને તેઓને રસીકરણ માટે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વિવાદ પછી સોશિયલ મીડિયા પરથી ફોટા હટાવી દીધા

સાંસદ અનિલ ફિરોઝિયાના સ્ટાફે સોશિયલ મીડિયા પર તેનો ફોટો પોસ્ટ કર્યા પછી ઘણા લોકોએ તેની ટીકા કરી છે. લોકોએ રસી લાગુ કરતી વખતે ફોટા પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું અને ફોટાને લઈને વધતા વિવાદને જોઈને બધાએ તેમના ફોટા કાઢી નાખ્યા છે.

ABOUT THE AUTHOR

...view details