- આ વર્ષે પણ નહીં યોજાય કેવડયાત્રા
- કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
- મુખ્યસચિવે યાત્રા રદ્દ થવાની કરી જાહેરાત
ન્યૂઝ ડેસ્ક: ઉત્તર પ્રદેશમાં કોવિડના કારણે આ વર્ષે પણ કાવડ યાત્રા નહીં નિકળે. ઉત્તર પ્રદેશ સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીને કાવડ સંઘોએ આ યાત્રા રદ્દ કરી છે. અગાઉ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કાવડ યાત્રા કરાવવાનો નિર્ણય કર્યો હતો. સરકારે કાવડયાત્રા કાઢવા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કાવડયાત્રા અંગે બે વખત બેઠક યોજી હતી તેમાં સ્થાનિક સ્તરના તમામ આદેશ આપવામાં આવ્યા હતાં. આ કાવડ યાત્રા અંગેની નોંધ કોર્ટે પણ લીધી હતી