ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP ASSEMBLY ELECTION : બપોરે 05:00 વાગ્યા સુધીમાં 57.45 ટકા મતદાન નોંધાયું

બપોરે 05:00 વાગ્યા સુધીમાં 57.45 ટકા મતદાન નોંધાયું
બપોરે 05:00 વાગ્યા સુધીમાં 57.45 ટકા મતદાન નોંધાયું

By

Published : Feb 23, 2022, 7:05 AM IST

Updated : Feb 23, 2022, 7:37 PM IST

19:26 February 23

બપોરે 05:00 વાગ્યા સુધીમાં 57.45 ટકા મતદાન નોંધાયું

  • બપોરે 05:00 વાગ્યા સુધીમાં 57.45 ટકા મતદાન નોંધાયું

15:55 February 23

બપોરે 03:00 વાગ્યા સુધીમાં 49.89 ટકા મતદાન નોંધાયું

બપોરે 03:00 વાગ્યા સુધીમાં 49.89 ટકા મતદાન નોંધાયું
  • યુપીમાં બપોરે 03:00 વાગ્યા સુધીમાં 49.89 ટકા મતદાન નોંધાયું

14:11 February 23

કરહાલ વિધાનસભાના જસવંતપુર પોલિંગ બૂથ પર ફરીથી મતદાન શરૂ

મૈનપુરીની કરહાલ વિધાનસભા સીટના બૂથ નંબર 266 જસવંતપુર પર ફરીથી મતદાન ચાલી રહ્યું છે. લોકોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રીજા તબક્કામાં, મૈનપુરીમાં 20 ફેબ્રુઆરીએ યોજાયેલા મતદાન દરમિયાન, જસવંતપુર મતદાન મથક પર 72.50 ટકા મતદાન થયું હતું. અખિલેશ યાદવ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

13:25 February 23

બપોરે 1 વાગ્યા સુધીનું 37.45 ટકા મતદાન

UP Election 2022 LIVE Update : બપોરે 1 વાગ્યા સુધીનું 37.45 ટકા મતદાન નોંધાયું

બપોરે 1 વાગ્યા સુધીનું 37.45 ટકા મતદાન

12:33 February 23

મુનવ્વર રાણાનું નામ મતદાન યાદીમાંથી ગાયબ

પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાએ મતદાર યાદીમાં નામ ન હોવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, જ્યારે સરકાર જ વોટ કરવાનો મોકો નથી આપી રહી તો પછી દુઃખની બીજી વાત શું છે. મુદ્દાઓ પર ચૂંટણી નથી થઈ રહી, ભારતની સૌથી મોટી પાર્ટી ધર્મ અને ધર્મના નામે ચૂંટણી કરાવી રહી છે.

11:37 February 23

સવારે 11 વાગ્યા સુધી 22.62 ટકા મતદાન

સવારે 11 વાગ્યા સુધી 22.62 ટકા મતદાન

ઉત્તર પ્રદેશમાં સવારે 11 વાગ્યા સુધી 22.62 ટકા મતદાન નોંધાયું

જાણો ક્યાં કેટલા ટકા મતદાન થયા-

બંદા - 23.85

ફતેહપુર - 22.49

હરદોઈ – 20.27

ખીરી – 26.29

લખનૌ - 21.42

પીલીભીત - 27.43

રાયબરેલી – 21.41

સીતાપુર - 21.99

ઉન્નાવ – 21.27

11:32 February 23

તંત્ર ભાજપની તરફેણમાં વોટ નાખવામાં મદદ કરી રહ્યું છે, સપાનો આરોપ

સપાએ તંત્ર પર આરોપ કરતા કહ્યું કે, સીતાપુરની 149 બિસ્વાન વિધાનસભા બેઠકના બૂથ નંબર 402 પર ભાજપની તરફેણમાં વોટ અપાવવા વહીવટીતંત્ર મદદ કરી રહ્યું છે. ચૂંટણી પંચે સંજ્ઞાન લેવું જોઈએ અને સરળ અને ન્યાયી મતદાનની ખાતરી કરવી જોઈએ.

11:25 February 23

એક વ્યક્તિ પહોંચ્યો મતદાન મથક, અધિકારીએ ગણાવ્યો મૃત!

  • લખનઉ ઉત્તરમાં શિયા ડિગ્રી કોલેજના મતદાન કેન્દ્ર પર લોકોને મતદાન કરવામાં મુશ્કેલી પડી રહી છે
  • મતદાન મથક પર પહોંચેલા કેટલાક મતદારો મતદાન યાદી અનુસાર મૃત હોવાનું જણાવવામાં આવ્યું છે
  • જ્યારે ઘણાને આધાર કાર્ડ દ્વારા મતદાન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

11:20 February 23

ઉન્નાવમાં ગ્રામજનોએ મતદાનનો કર્યો બહિષ્કાર

  • ઉન્નાવમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો
  • ઉન્નાવમાં સાઈ નદી પર પુલ બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો

11:16 February 23

ચોથા તબક્કા બાદ ભાજપ બેવડી સદી ફટકારશે : ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા

યુપીના ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ લખનઉમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો

તેમણે કહ્યું કે, "ચોથા તબક્કા બાદ, ભાજપ બેવડી સદી ફટકારશે અને તેના અગાઉના રેકોર્ડ તોડવા માટે આગળ વધશે. પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો દરેકના ઘરે પહોંચી ગયા છે"

10:19 February 23

રાજનાથ સિંહે કેન્દ્ર પર કર્યું મતદાન

રાજનાથ સિંહે કેન્દ્ર પર કર્યું મતદાન
  • રક્ષાપ્રધાન અને બીજેપી નેતા રાજનાથ સિંહે લખનઉ ખાતે મતદાન કેન્દ્ર પર કર્યું મતદાન
  • રાજનાથ સિંહે કહ્યું, અમે 300થી વધુ સીટો જીતીશું. 2017માં પણ SP-BSPએ દાવા કર્યા હતા પરંતુ અમે સરકાર બનાવી છે અને આ વખતે પણ તેનું પુનરાવર્તન કરીશું
  • લખનઉમાં રક્ષા પ્રધાન અને ભાજપના નેતા રાજનાથ સિંહે કહ્યું કે, આ વખતે ચૂંટણી સુશાસન અને વિકાસના મુદ્દા પર છે અને જો આ મામલે ભારતમાં કોઈ ટોચનો પક્ષ છે તો તે ભાજપ છે.
  • હું તમામ મતદારોને અપીલ કરવા માંગુ છું કે મોટી સંખ્યામાં મત આપો.

10:13 February 23

SPએ પ્રિસાઇડિંગ ઓફિસર પર કર્યા ગંભીર આક્ષેપો

  • સમાજવાદી પાર્ટીએ ઉન્નાવ જિલ્લાની પૂર્વા વિધાનસભા બેઠકના બૂથ નંબર 344 પર તૈનાત પ્રિસાઇડિંગ ઓફિસર પર મતદારોને ભાજપને મત આપવા દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
  • પાર્ટીએ ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્રને તેની નોંધ લેવાની માંગ કરી છે.

10:10 February 23

લોક ગાયિકા માલિની અવસ્થી આ રીતે મતદાતાઓને કરી અપીલ

લોક ગાયિકા માલિની અવસ્થી આ રીતે ગીત દ્વારા મતદાતાઓને કરી અપીલ

ઉત્તર પ્રદેશ ચૂંટણી 2022 ના ચોથા તબક્કામાં લખનઉ ખાતે કર્યું મતદાન

10:05 February 23

રાજનાથ સિંહે કહ્યું- આ વખતે ચૂંટણી સુશાસન અને વિકાસના મુદ્દા પર છે

લખનઉમાં રક્ષા પ્રધાન અને ભાજપના નેતા રાજનાથ સિંહે કહ્યું કે, આ વખતે ચૂંટણી સુશાસન અને વિકાસના મુદ્દા પર છે અને જો આ મામલે ભારતમાં કોઈ ટોચનો પક્ષ છે તો તે ભાજપ છે. હું તમામ મતદારોને અપીલ કરવા માંગુ છું કે મોટી સંખ્યામાં મત આપો.

10:03 February 23

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરી ઉત્તર પ્રદેશની જનતાને અપીલ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના લોકોને ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તમને મુદ્દાઓથી હટાવવાના લાખ પ્રયાસો થશે, પરંતુ જો તમારો મત રોજગાર, આજીવિકા, સારું શિક્ષણ અને આરોગ્ય, મહિલા સશક્તિકરણના મુદ્દા પર નાખવામાં આવે તો જ ઉત્તર પ્રદેશની સુધારણા શક્ય છે.

09:42 February 23

યુપીમાં ચોથા તબક્કામાં સવારના 9 વાગ્યા સુધીનું 9.10 ટકા મતદાન

યુપીમાં ચોથા તબક્કામાં સવારના 9 વાગ્યા સુધીનું 9.10 ટકા મતદાન

યુપીમાં ચોથા તબક્કામાં સવારના 9 વાગ્યા સુધીનું 9.10 ટકા મતદાન

09:21 February 23

અખિલેશ યાદવની અપીલ - ઐતિહાસિક મતદાન કરો

જનતાને અપીલ કરતા સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે, જેટલું વધુ મતદાન થશે, તેટલી જ લોકશાહી વધુ શક્તિશાળી થશે. ચોથા તબક્કામાં ઐતિહાસિક મતદાન... નાગરિકના આ અધિકારનું સન્માન કરો.

09:13 February 23

બાળકો દરવાજો ખખડાવી લોકોને મતદાન કરવા કરી રહ્યા છે અપીલ

મતદાન કરવા DM અનુરાગ પટેલની એક અનોખી પહેલ

ઉત્તર પ્રદેશ ચૂંટણીના ચોથા તબક્કામાં મતદાન કરવા લોકોના દરવાજો ખખડાવી કરી રહ્યા છે અપીલ

શાળાના બાળકો દ્વારા દરવાજો ખખડાવી લોકોને મતદાન માટે કરવામાં આવી રહ્યા છે જાગૃત

08:46 February 23

જનતા યોગી-મોદીની દિવાની બની ગઈ છે - સાક્ષી મહારાજ

બીજેપી સાંસદ સાક્ષી મહારાજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વિપક્ષ પર નિશાન સાધ્યું ulgx. તેમણે કહ્યું હતું કે, જનતા યોગી-મોદીની દીવાની બની ગઈ છે અને ફરી એકવાર રાજ્યમાં ભાજપની સરકાર બની રહી છે.

08:22 February 23

સપાનો દાવો - રાયબરેલી સહિત અનેક સ્થોએ EVM માં ગળબડ

રાયબરેલી સહિત અનેક સ્થોએ EVM માં ગળબડ

ચોથા તબક્કાના મતદાનની મધ્યમાં SPએ દાવો કર્યો છે કે EVMમાં ખામી છે. SPએ લખ્યું છે કે રાયબરેલી જિલ્લાના 179 હરચંદપુર વિધાનસભાના બૂથ નંબર 75 પર EVM ખરાબ થવાને કારણે મતદાન પ્રભાવિત થયું છે. સંજ્ઞાન લો, ઈવીએમ બદલીને સરળ અને ન્યાયી મતદાનની ખાતરી કરો.

08:16 February 23

માયાવતીએ કહ્યું- મુસ્લિમ સમાજવાદી પાર્ટીથી ખુશ નથી

માયાવતીએ આજે લખનઉમાં મતદાન કર્યું હતું. આ પછી માયાવતીએ કહ્યું કે, 'મુસ્લિમો સમાજવાદી પાર્ટીથી ખુશ નથી. તેઓ સપાને મત નહીં આપે. વોટિંગ પહેલા જ યુપીની જનતાએ સપાને નકારી કાઢી છે, કારણ કે સપા એટલે ગુંડા રાજ, માફિયા રાજ. સપા સરકારમાં જ રમખાણો થયા હતા. સપા નેતાઓના ચહેરા દર્શાવે છે કે તેઓ સત્તામાં નથી આવી રહ્યા.

08:15 February 23

સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું- 2007ની જેમ બસપાની સરકાર બનશે

બહુજન સમાજ પાર્ટીના સતીશ ચંદ્ર મિશ્રાએ ચૂંટણી વચ્ચે કહ્યું કે, બહુજન સમાજ પાર્ટી પૂર્ણ બહુમત તરફ આગળ વધી રહી છે, આ વખતે પણ 2007ની જેમ પૂર્ણ બહુમતની સરકાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

08:13 February 23

પીએમ મોદીએ વોટ કરવાની વિનંતી કરી

યુપીમાં ચોથા તબક્કાના મતદાનને લઈને વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આજે ચોથા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ તેમના અમૂલ્ય મતનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે.

07:31 February 23

મતદાન પહેલા સમાજવાદી પાર્ટીએ હેલ્પલાઈન નંબર કર્યા જાહેર

ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના આજે ચોથા તબક્કાનું મતદાન છે. આ તબક્કામાં 9 જિલ્લાની 59 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન પહેલા સમાજવાદી પાર્ટીએ લોકો માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. નંબર જાહેર કરતી વખતે, એસપીએ કહ્યું કે જો ચોથા તબક્કાના મતદાન દરમિયાન કોઈ ગેરરીતિ જોવા મળે, તો આ નંબરો પર સીધો ફોન કરો. SP દ્વારા જારી કરાયેલા નંબરો 7311155740, 7311155741, 7311155742, 7311155743, 7311155744, 7311155747, 9151030168, 63910640941,94084094084

07:24 February 23

બસપાના વડા માયાવતીએ કર્યું મતદાન

  • બસપાના વડા માયાવતીએ કર્યું મતદાન
  • માયાવતીએ લખનઉમાં મ્યુનિસિપલ નર્સરી સ્કૂલના મતદાન મથક પર કર્યું મતદાન

06:50 February 23

UP Election 2022 LIVE Update : યુપીમાં આજે ચોજા તબક્કામાં 9 જિલ્લાની 59 બેઠકોનું મતદાન શરૂ

UP Election 2022 LIVE Update : બપોરે 1 વાગ્યા સુધીનું 37.45 ટકા મતદાન નોંધાયું

લખનઉ :ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા (Voting For 4th Phase) હેઠળ 9 જિલ્લાની 59 બેઠકો પર આજે બુધવારે મતદાન (UP Election 2022)શરુ થઈ ગયું છે. આ તબક્કામાં અવધ ક્ષેત્રના 2.13 કરોડ મતદારો 624 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 1.14 કરોડ પુરૂષ મતદારો છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા લગભગ 98 લાખ 86 હજાર છે. જેમાં 972 અન્ય મતદારો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ચોથા તબક્કાની ચૂંટણી માટે 13,813 મતદાન કેન્દ્રો અને 24,581 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

Last Updated : Feb 23, 2022, 7:37 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details