ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UP Assembly Election 2022: ફતેહપુરમાં PM મોદીની ગર્જના, કહ્યું- 10 માર્ચના જ મનાશે 'વિજયી હોળી - મફત રાશન યોજના ભારત

યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટે ફતેહપુરમાં PM મોદીની જાહેર સભા યોજાઈ હતી. તેમણે સપા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની જનતા રાજ્યમાં ભાજપને એકવાર ફરી સત્તામાં લાવશે.

UP Assembly Election 2022: ફતેહપુરમાં PM મોદીની ગર્જના, કહ્યું- 10 માર્ચના જ મનાશે 'વિજયી હોળી
UP Assembly Election 2022: ફતેહપુરમાં PM મોદીની ગર્જના, કહ્યું- 10 માર્ચના જ મનાશે 'વિજયી હોળી

By

Published : Feb 17, 2022, 8:40 PM IST

ફતેહપુર: યુપી વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Election 2022) માટેPM મોદીએ ફતેહપુરમાં જનસભા (PM Modi Fatehpur Rally) કરી હતી. આ જનસભામાં PM મોદીએ સપા અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્ર સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ગરીબોની દુર્દશાથી વાકેફ હોવાથી તેમણે શૌચાલય (har ghar sauchalay scheme) જેવી બાબતોને પ્રાથમિકતામાં શામેલ કરી છે. ચૂંટણી રેલીમાં રાજ્યની ભાજપ સરકારની નીતિઓ અને કાર્યોનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે, આનાથી ચરમપંથી પરિવારવાદીઓની ઊંઘ ઉડી ગઈ છે અને રાજ્યની જનતાએ નક્કી કર્યું છે કે તેઓ બીજી વખત ભાજપને વિજયી બનાવશે.

ઉત્તર પ્રદેશે જૂની થિયરી પહેલાથી જ ખત્મ કરી દીધી છે

તેમણે કહ્યું કે, લોકો કહેતા હતા કે ઉત્તર પ્રદેશમાં એક વખત સરકાર (BJP Government In UP) બને છે, બીજી વખત તે બદલાય છે અને કેટલાક લોકો તો એટલે સપના જોતા રહે છે કારણ કે આમ પણ બદલવાની જ છે. હવે ઉત્તર પ્રદેશ જ બદલાઈ ગયું છે. ઉત્તર પ્રદેશે તો 2014માં અમને ટેકો આપ્યો, 2017માં આપ્યો અને 2019માં પણ. તે જૂની થિયરી ઉત્તર પ્રદેશ દ્વારા પહેલાથી જ ખત્મ કરી દેવામાં આવી છે અને તેથી 2022માં પણ ભાજપનો વિજય થશે. હું તમારા ઉત્સાહમાં આ જોઈ રહ્યો છું.

આ પણ વાંચો:Punjab assembly election 2022: મનમોહન સિંહે PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- વગર આમંત્રણે બિરિયાની ખાવાથી સંબંધો સુધરતા નથી

અમે 10મી માર્ચે જ વિજયની હોળી મનાવીશું

મોદીએ દાવો કર્યો હતો કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ 2 તબક્કામાં ભાજપને મજબૂત સમર્થન મળ્યું છે. આવનારા 5 તબક્કાના પરિણામો (up election 5 phase results 2022)ની ઝલક પણ લોકોના ઉત્સાહમાં જોવા મળી રહી છે. દરેક તબક્કા સાથે ભાજપ માટે જનતાનું સમર્થન પણ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, બધી ચર્ચાઓ, બધા વિવાદો એક તરફ અને રાષ્ટ્રવાદ એક તરફ. યુપીના લોકોએ નક્કી કર્યું છે કે હોળીના આગમન પહેલા અમે 10મી માર્ચે જ વિજયની હોળી મનાવીશું.

રસીથી 2 લોકો ડરે છે - એક કોરોના અને બીજા વિરોધી લોકો

વિપક્ષ પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, જ્યારે સરકાર કોવિડ-19 રોગચાળા દરમિયાન દરેક વ્યક્તિનો જીવ બચાવવા માટે મફત રસીકરણ અભિયાન (Free vaccination campaign India)ચલાવી રહી હતી, ત્યારે ઘોર પરિવારવાદી લોકો કહેતા હતા કે આપણો દેશ ગરીબ છે અને સરકાર રસીકરણ પાછળ આટલો ખર્ચ કેમ કરી રહી છે? સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે, આ લોકો એવા પરિવારવાદમાં ફસાયેલા છે કે તેમને યોગી અને મોદીની સાથે-સાથે રસીથી પણ સમસ્યા છે અને ક્યારેક એવું લાગે છે કે રસીથી 2 લોકો ડરે છે- એક તો કોરોના વાયરસ (Coronavirus in India) અને બીજા વિરોધી લોકો.

આ પણ વાંચો:Punjab Assembly Election 2022 : આજે જલંધરમાં વડાપ્રધાન મોદીની રેલી, ખેડૂતો કરશે બહિષ્કાર

લોકોને વિરોધીઓથી ચેતવ્યા

સરકારની મફત રાશન યોજના (Free ration scheme India)નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ભારત આટલું મોટું કામ કરી રહ્યું છે તો પણ પરિવારવાદી લોકો મફત રાશન આપવાની આ યોજના પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ લોકોથી સાવધાન રહો. હું તમને જગાડવા આવ્યો છું. આ લોકો તમને ગેરમાર્ગે દોરવા માટે એવી એવી વાતો અને હવાબાજી કરશે. તેઓ ન તો ગરીબોનું કલ્યાણ ઈચ્છે છે કે ન તો દેશનો વિકાસ. મોદીએ કહ્યું કે, હું ગરીબો માટે દિવસ-રાત કામ કરું છું, પરંતુ આ પરિવારવાળા લોકો આ કામને નાનું ગણાવે છે, પરંતુ મારા માટે ન તો ગરીબ નાનો છે કે ન તો તેમના માટે કરવામાં આવેલું કામ.

પંજાબને વિઝનવાળી સરકારની જરૂર

આ પહેલા PMએ પંજાબના અબોહરમાં પણ ચૂંટણી રેલી કરી હતી. અબોહરના નવા અનાજ બજારમાં આયોજિત ભાજપની જાહેર સભામાં PM નરેન્દ્ર મોદીએ (PM Modi In Abohar Punjab) ખેડૂતોના કલ્યાણ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, પંજાબના ખેડૂતોને નવી વિચારસરણી અને વિઝનવાળી સરકારની જરૂર છે. આ દરમિયાન PMએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું.

'ભૈયા'વાળા નિવેદન પર પંજાબના CM અને કોંગ્રેસને ઘેરી

પંજાબના મુખ્યપ્રધાનના 'ભૈયા'વાળા નિવેદન પર PM મોદીએ કોંગ્રેસ અને તેના મુખ્યપ્રધાન ઉમેદવારની આકરી ટીકા કરી હતી. તેમણે જનસભાને પૂછ્યું કે ગુરુ ગોવિંદ સિંહનો જન્મ બિહારમાં થયો હતો, શું તેમને પણ નીકાળી દેશો? આ સવાલ સાથે જાહેર સભામાં બેઠેલા લોકોએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું, જાણે લોકો (ખાસ કરીને પરપ્રાંતિય મજૂરો જેમની સંખ્યા ઘણી સારી છે) એ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે મુખ્યપ્રધાનની જીભ કેમ લપસી ગઈ?

ABOUT THE AUTHOR

...view details