ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ દેશમાં પેટ્રોલ-ડીઝલના ઉપયોગને ખતમ કરવાનો લીધો સંકલ્પ, દિલ્હી-જયપુર વચ્ચે બનશે ઈલેક્ટ્રિક હાઈ-વે

કેન્દ્રિય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આજે એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માર્ગ પરિવહન પ્રધાન તરીકે તેમણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ઉપયોગને ખતમ કરવાનો સંકલ્પ કર્યો છે.

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ દેશમાં પેટ્રોલ-ડીઝલના ઉપયોગને ખતમ કરવાનો લીધો સંકલ્પ, દિલ્હી-જયપુર વચ્ચે બનશે ઈલેક્ટ્રિક હાઈ-વે
કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ દેશમાં પેટ્રોલ-ડીઝલના ઉપયોગને ખતમ કરવાનો લીધો સંકલ્પ, દિલ્હી-જયપુર વચ્ચે બનશે ઈલેક્ટ્રિક હાઈ-વે

By

Published : Sep 21, 2021, 12:29 PM IST

  • કેન્દ્રિય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આજે એક મહત્ત્વનું નિવેદન આપ્યું
  • માર્ગ પરિવહન પ્રધાન તરીકે મેં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ઉપયોગને ખતમ કરવાનો સંકલ્પ કર્યો છેઃ ગડકરી
  • દિલ્હીથી જયપુર સુધી ઈલેક્ટ્રિક હાઈ-વેના નિર્માણ માટે એક વિદેશી કંપનીની સાથે વાતચીત કરી રહી છેઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રિય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આજે એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માર્ગ પરિવહન પ્રધાન તરીકે તેમણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ઉપયોગને ખતમ કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનું મંત્રાલય દિલ્હીથી જયપુર સુધી ઈલેક્ટ્રિક હાઈ-વેના નિર્માણ માટે એક વિદેશી કંપનીની સાથે વાતચીત કરી રહી છે. નીતિન ગડકરીએ રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (DMI)ની પ્રગતિની સમીક્ષા કરતા સમયે કહ્યું હતું કે, ઈલેક્ટ્રિક રેલવે એન્જિનની જેમ બસો અને ટ્રકોને પણ વીજળીથી ચલાવવામાં આવશે.

આ પણ વાંચો-કેન્દ્રીય પ્રધાને જ્ઞાનને સમૃદ્ધિમાં રૂપાંતરિત કરી દેશના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર પર મૂક્યો ભાર

કેન્દ્રિય પ્રધાને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની પ્રગતિની સમીક્ષા કરી

નીતિન ગડકરીએ ગુરુવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની પ્રગતિની સમીક્ષા કરી હતી, જેને ચાલુ થવા પર રસ્તાના માધ્યમથી જ રાજધાની અને નાણાકીય કેન્દ્ર વચ્ચેનો પ્રવાસ 24 કલાકની જગ્યાએ 12 કલાકમાં પૂરો થવાની આશા છે. 8 લેનનો આ એક્સપ્રેસ-વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત થઈને પસાર થશે.

આ પણ વાંચો-કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ વિશ્વના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

ભારત ટૂંક સમયમાં બેટરી પ્રોજેક્ટ અંગે જાહેરાત કરશે

વીજળી પ્રધાન આર. કે. સિંહે ગુરુવારે કહ્યું હતું કે, ભારત ટૂંક જ સમયમાં 4,000 મેગાવોટ કલાક ક્ષમતાની બેટરી સંગ્રહ પ્રોજેક્ટ્સ માટે વૈશ્વિક સ્તર પર બોલી આમંત્રિત કરશે. વિદ્યુત મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, સિંહે અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી મંચ અને ઉદ્યોગ પ્રમુખોની વર્ચ્યૂઅલ ઉર્જા ઉદ્યોગ રાઉન્ડ ટેબલ બેઠકને સંબોધિત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 12,000 મેગા વોટ કલાક ક્ષમતાની બેટરી પ્રોજેક્ટ લદ્દાખમાં લવાશે.

ઉર્જા ક્ષમતા માટે ભારતનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય

આ નિવેદનમાં સિંહના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે, ટૂંક સમયમાં ભારત બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા અંગે વૈશ્વિક અને ઘરેલુ ઉત્પાદકોથી બોલી આમંત્રિત કરશે. ટૂંક જ સમયમાં 4,000 મેગાવોટ કલાક ક્ષમતાની બેટરી ઉર્જા સંગ્રહ પ્રણાલી માટે બોલી આમંત્રિત કરવામાં આવશે. ભારતે વર્ષ 2022 સુધી 1,75,000 મેગાવોટ નવીનીકરણ ઉર્જા ક્ષમતા મેળવવા અને 2030 સુધી 4,50,000 મેગાવોટ ક્ષમતા હાંસલ કરવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. આ નિવેદન અનુસાર, વર્તમાનમાં ભારતની પાસે 1,00,000 મેગાવોટની સૌર અને પવન ઉર્જા ક્ષમતા છે. આમાંથી જો જળવિદ્યુત ક્ષમતાને પણ જોડી દેવાય તો કુલ સ્થાપિત ક્ષમતા 1,46,000 મેગાવોટ સુધી પહોંચી જાય છે. સિંહે કહ્યું હતું કે, આ સાથે જ 63,000 મેગાવોટની અન્ય નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details