- બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડાનો સામનો કરવા કેન્દ્રિય ગૃહપ્રધાને આજે યોજશે બેઠક
- ગૃહપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક યોજી મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરશે
- ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને અંદમાન-નિકોબાર દ્વિપ સમુહના ઉપરાજ્યપાલ સાથે થશે ચર્ચા
નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં આવનારા યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે સોમવારે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજશે. ગૃહપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને અંદમાન-નિકોબાર દ્વિપ સમુહના ઉપરાજ્યપાલની સાથે વાતચીત કરશે. તે દરમિયાન ગૃહપ્રધાન યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખી કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરશે.
આ પણ વાંચો-આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીબીઆઈના વડાની નિમણૂક માટે યોજાશે બેઠક
સોમવાર સુધી વાવાઝોડું ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાઃ IMD