- કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવા મળી મંજૂરી
- ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવા માટે રાષ્ટ્રીય મિશન શરૂ ર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાદ્ય તેલોના ભાવ અંકુશમાં લેવા કરી જાહેરાત
ન્યૂઝ ડેસ્ક: Cooking Oil Price: ખાદ્ય તેલની કિંમતો પર અંકુશ રાખવા માટે, કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવાની મંજૂરી આપી છે. ત્યારે સરકારે ખાદ્ય તેલની આયાત પર નિર્ભરતા ઘટાડવા અને તેનું ઉત્પાદન વધારવા માટે રૂપિયા 11,040 કરોડનું રાષ્ટ્રીય મિશન શરૂ કરવાનું નક્કી કર્યું છે.
કેન્દ્રીય કેબિનેટે બુધવારે ખાદ્ય તેલ માટે આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે 11,040 કરોડના રાષ્ટ્રીય મિશન (National Mission on Edible oils-Oil Palm (NMEO-OP) ને મંજૂરી આપી છે.
વડાપ્રધાને કર્યું હતુ એલાન
મહત્વનું છે કે, 9 ઓગસ્ટના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ખાદ્ય તેલોના ભાવ આસમાને પહોંચતા ભાવોને અંકુશમાં લેવા માટે એક મહત્વની જાહેરાત કરી હતી. તેલની કિંમતને અંકુશમાં રાખવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે, પીએમ મોદીએ પામતેલના ઉત્પાદન માટે રાષ્ટ્રીય યોજનાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાને ખાદ્ય મામલે દેશને આત્મનિર્ભર બનાવવા અને ખેડૂતોને લાભ થાઇ તે માટે રાષ્ટ્રિય ખાદ્ય તેલ મિશનની જાહેરાત કરી હતી, જેના માટે સરકાર આશરે 11 હજાર કરોડનું રોકાણ કરશે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર વર્ષ 2025-26 સુધીમાં દેશમાં પામતેલનું ઉત્પાદન ત્રણ ગણી વધારીને 11 લાખ મેટ્રિક કરવાનું લક્ષ્ય ધરાવે છે.
આ પણ વાંચો:તહેવાર પૂર્વે સિંગ અને કપાસિયા તેલના ભાવ થયા સરખા, ડબ્બાનો ભાવ રૂપિયા 2500