ગુજરાત

gujarat

જમ્મુ-કાશ્મીરના બાલાકોટ સેક્ટરમાં બે આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

By

Published : Jan 8, 2023, 11:21 AM IST

જમ્મુ-કાશ્મીરના બાલાકોટ સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા (two militants killed in balakot sector jammu) છે. આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીને સંપૂર્ણપણે ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. નોંધનીય છે કે, તાજેતરમાં રાજૌરીના ડાંગરી વિસ્તારમાં બે સગીર સહિત છ લોકોની હત્યાના પગલે જમ્મુ, પૂંચ-રાજૌરી જિલ્લામાં હાઈ એલર્ટ વચ્ચે બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

જમ્મુ-કાશ્મીરના બાલાકોટ સેક્ટરમાં બે આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના બાલાકોટ સેક્ટરમાં બે આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના બાલાકોટ સેક્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બાલાકોટમાં સરહદ પર તૈનાત સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને શંકાસ્પદ જણાતા માર્યા (two militants killed in balakot sector jammu) હતા. સાથે જ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તે જ સમયે, રાજૌરીમાં ડાંગરી હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:હૈદરાબાદમાં નિર્માણાધીન ઈમારતનો સ્લેબ ધરાશાયી, 2 કામદારોના મોત

બે આતંકવાદીઓ માર્યા ગયા:રાજૌરી હુમલામાં વધુ એક ઈજાગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ (One injured person dies in Rajouri attack) થયું, જેના કારણે કુલ મૃતકોની સંખ્યા સાત થઈ ગઈ. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, પૂંચના બાલાકોટ સેક્ટરમાં રાતોરાત ચાલેલા ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, શનિવારે સાંજે, એલર્ટ સૈનિકોએ બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર એક શંકાસ્પદ હિલચાલ જોયો, ત્યારબાદ ગોળીબાર થયો. જે બાદ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોની કાર્યવાહીમાં બે અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો:ભાજપના વરિષ્ઠ નેતા કેશરીનાથ ત્રિપાઠીનું નિધન

મૃત્યુઆંક સાત થયો: આજે વહેલી સવારે એક વ્યકિતનું મોત આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીને સંપૂર્ણપણે ખતમ કરવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. તાજેતરમાં રાજૌરીના ડાંગરી વિસ્તારમાં બે સગીર સહિત છ લોકોની હત્યાના (Six people killed in Rajouri's Dangri area) પગલે જમ્મુ, પૂંચ-રાજૌરી જિલ્લામાં હાઈ એલર્ટ વચ્ચે બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ડાંગરી ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિનું આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું, જેનાથી મૃત્યુઆંક સાત થયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકને જીએમસી રાજૌરીથી એરલિફ્ટ કરીને જમ્મુની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેની ઓળખ પ્રિન્સ શર્મા તરીકે થઈ છે. ડાંગરી ફાયરિંગની ઘટનાના પહેલા દિવસે તે ઈજાગ્રસ્ત થયો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details