ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tribute: અમેરિકી હાઉસે 2 પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકન્સને આપી શ્રદ્ધાંજલિ

પ્રભાવશાળી કોંગ્રેસના સભ્યો (Members of Congress)એ પ્રતિનિધિ સભા (House of Representatives)માં 2 પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકી વ્યક્તિ (Distinguished Indian-American person) કેલિફોર્નિયાના ચરણજિત સિંહ (Charanjit Singh of California) અને ન્યૂ જર્સીના પ્રીતમસિંહ ગ્રેવાલ (Pritam Singh Grewal of New Jersey)ને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરી હતી. કોંગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે, પ્રીતમ હવે અમારી સાથે નથી, પરંતુ તેમની આત્મા, વારસો અને ઉત્તર જર્સી પર તેમનો પ્રભાવ હંમેશા રહેશે

Tribute: અમેરિકી હાઉસે 2 પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકન્સને આપી શ્રદ્ધાંજલિ
Tribute: અમેરિકી હાઉસે 2 પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકન્સને આપી શ્રદ્ધાંજલિ

By

Published : Jun 30, 2021, 5:19 PM IST

  • પ્રભાવશાળી કોંગ્રેસના સભ્યો (Members of Congress)એ પ્રતિનિધિ સભા (House of Representatives)માં આપી શ્રદ્ધાંજલિ
  • ભારતીય-અમેરિકી વ્યક્તિ કેલિફોર્નિયા અને ન્યૂ જર્સીના 2 સભ્યોને અપાઈ શ્રદ્ધાંજલિ (Tribute)
  • કેલિફોર્નિયાના ચરણજિત સિંહ (Charanjit Singh of California) અને ન્યૂ જર્સીના પ્રીતમસિંહ ગ્રેવાલ (Pritam Singh Grewal of New Jersey)ને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરાઈ

વોશિંગ્ટનઃ પ્રભાવશાળી કોંગ્રેસના સભ્યો (Members of Congress)એ આ અઠવાડિયામાં પ્રતિનિધિ સભા (House of Representatives)માં 2 પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકી વ્યક્તિ કેલિફોર્નિયાના ચરણજિત સિંહ (Charanjit Singh of California) અને ન્યૂ જર્સીના પ્રીતમ સિંહ ગ્રેવાલ (Pritam Singh Grewal of New Jersey)ને શ્રદ્ધાંજલિ (tribute) પાઠવી હતી. કોંગ્રેસના સભ્ય જિમ કોસ્ટા (Congressman Jim Costa)એ જણાવ્યું હતું કે, સફળ ઉદ્યમી ચરણજિત સિંહનું 12મેએ નિધન થયું હતું. સેન્ટ્રલ વેલીના સભ્ય રહેલા સિંહના પરિવારમાં તેમના 2 પૂત્ર, પૂત્રી અને પત્ની છે. તેમનો જન્મ વર્ષ 1950માં ભારતમાં થયો હતો અને તેઓ વર્ષ 1988માં પંજાબના લુધિયાણાથી અમેરિકા આવ્યા હતા. તેઓ અને તેમનો પરિવાર લોસ એન્જિલિસમાં રહેતા હતા. વર્ષ 2003માં તેઓ પોતાના પરિવાર સાથે કેલિફોર્નિયાના ફ્રેસ્રોમાં વસી ગયા હતા.

આ પણ વાંચોઃઅમેરિકામાં ભારતીય સ્ત્રી રત્ન સન્માન કાર્યક્રમ 17 જુલાઈએ યોજાશે

ભારતીય-અમેરિકી શિખ (Indian-American Sikh) હંમેશા લોકોની ચિંતા કરતા હતાઃ કોસ્ટા

કોસ્ટાએ સોમવારે હાઉસમાં કહ્યું હતું કે, સેન્ટ્રલ વેલી (Central Valley)માં રહેતા સિંહે પોતાના વેપારને આગળ વધાર્યો હતો. સિંહ પાસે 30થી વધુ ગેસ સ્ટેશન અને દારૂની દુકાન હતી. ગ્રેવાલને ઉત્તરી જર્સીના સૌથી દયાળુ સમુદાય નેતા બતાવતા કોંગ્રેસના સભ્ય જોશ ગોથેમરે (Josh Gothamre) હાઉસમાં કહ્યું હતું કે, ભારતીય-અમેરિકી શિખ (Indian-American Sikh) ખરેખર એક નિઃસ્વાર્થ અને લોકોની ચિંતા કરનારા લોકો હતા, જેમણે પોતાના જીવનમાં દરેક વ્યક્તિ પર પ્રભાવ છોડ્યો હતો.

આ પણ વાંચોઃવડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના

ગ્લેન રોક ગુરુદ્વારામાં એક વિશેષ માહોલ બનાવાયો છે

કોસ્ટાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગ્લેન રોક (Glen Rock)ના શિખ ગુરુદ્વારાના સંસ્થાપક સભ્ય તરીકે પ્રીતમે ઉત્તર જર્સીના શિખ સમુદાય માટે એક સાથે આવવા અને પ્રાર્થના કરવા માટે એક સુરક્ષિત જગ્યા બનાવી હતી. હું પોતે ત્યાં ઘણી વખત ગયો હતો તો મે તે મહત્વપૂર્ણ ગ્લેન રોક ગુરુદ્વારામાં તેમના દ્વારા બનાવવામાં આવેલા વિશેષ માહોલની પુષ્ટિ કરી શકું છું. પ્રીતમે હંમેશા પોતાના સમુદાયમાં ગુણવત્તાપૂર્વક શિક્ષાનો પ્રચાર કર્યો. તેમણે ફેયરલીગ ડિન્કિસન યુનિવર્સિટીમાં મેકેનિકલ એન્જિનિયરિંગ (Mechanical Engineering at Fairleigh Dinkison University)ની શિક્ષા આપી અને પછીથી પોતાના ભાઈ અમરજિત સાથે મળીને પોતાના દિવંગત માતાપિતાની યાદમાં ગ્રેવાલ, હરચંદ સિંહ એન્ડ જાગીર કૌર મેમોરિયલ સ્કોલરશિપ ઓફ રમાપો કોલેજની સ્થાપના કરી હતી. કોંગ્રેસના સભ્યે જણાવ્યું હતું કે, જોકે પ્રીતમ હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની આત્મા, વારસો અને ઉત્તરી જર્સી પર તેમનો પ્રભાવ હંમેશા રહેશે.

ABOUT THE AUTHOR

...view details