આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
(1) દશેરા 2022: દશેરાના દિવસે આ પક્ષી જોયુ તો નસીબ ચમક્યું
દશેરાનો તહેવાર દર વર્ષે આષો મહિનામાં શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે અધર્મ પર ધર્મની જીતનો આ દિવસ 5 ઓક્ટોબર 2022ના રોજ આવી રહ્યો છે. દશેરાનો દિવસ પણ ઘણી રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસ વિશે એવી ઘણી માન્યતાઓ છે, જેનો સંયોગ ખૂબ જ સારો કહેવાય છે.click here
ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..
(1) મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખને મળ્યા જામીન
મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અનિલ દેશમુખને જામીન મળી ગયા છે. બોમ્બે હાઈકોર્ટે ગયા અઠવાડિયે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ દ્વારા કરવામાં આવેલા આરોપો બાદ, તેમની વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો હતો. click here
(2)ફાફડાના ભાવ ખિસ્સા ફાડશે, મીઠી જલેબી કડવી બની
અમદાવાદમાં વહેલી સવારથી જ ગુજરાતીઓ તો કેટલાક આગલી રાતથી જ ફરસાણની દુકાન પહોંચી જતા હોય છે. તાજા ફાફડા, તીખું તમતમતું પપૈયાનું છીણ, સાથે લાલ મરચા અને ઘીથી લથબથ જલેબી ખાવા માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહી જાય છે.click here
(3)અયોધ્યામાં રામલીલા દરમિયાન રાવણનું કાર્ડિયાક અરેસ્ટથી મોત
ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં રામલીલા કાર્યક્રમમાં 'રાવણ'નું પાત્ર ભજવી રહેલા એક કલાકારનું હૃદયરોગના હુમલાથી સ્ટેજ પર અવસાન થયું હતું.click here
(4)બાપ રે બાપ... દર્દીના પેટમાંથી મળ્યો ગ્લાસ, અંદર કેમ પહોંચ્યો તે જાણીને હોશ ઉડી જશે!
રાજગઢની જિલ્લા હોસ્પિટલમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દર્દીનો એક્સ-રે કરવામાં આવ્યો તો વૃદ્ધના પેટમાં ગ્લાસ મળી આવ્યો હતો. હવે સર્જરી બાદ ગ્લાસ દૂર કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ગ્લાસ વૃદ્ધોના પેટમાં કેવી રીતે પહોંચ્યો, તેની પાછળ જે વાતો સામે આવી રહી છે તે હૃદયને હચમચાવી દે તેવી છે. click here
સિતારા
(1) રાજુ શ્રીવાસ્તવને શ્રધ્ધાંજલિ આપવા કપિલ શર્માએ કર્યો ખાસ એપિશોડ
કપિલ શર્માએ દિવંગત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપવા માટે કોમેડી જગતના તમામ કોમેડિયનને પોતાના શોમાં બોલાવ્યા છે. રાજુ શ્રીવાસ્તવ 42 દિવસ સુધી ICUમાં વેન્ટિલેટર પર રહ્યા અને પછી 22 સપ્ટેમ્બરે તેમણે દુનિયાને અલવિદા કહ્યું હતું. click here
(2)'ગુડબાય'ની રીલિઝ પહેલા રશ્મિકાએ પરિવાર સાથે ફેમિલી ફોટો શેર કર્યો
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાન્નાએ પોતાની પહેલી બોલિવૂડ ફિલ્મની રિલીઝ પહેલા આખા પરિવાર સાથે ફેમિલી ફોટો શેર કર્યો છે. રશ્મિકા ફિલ્મ ગુડબાયથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મ 7 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. click here
ચેમ્પિયન
(1)ભાવનગર બાસ્કેટબોલ 3×3માં વુમેન્સમાં તેલંગાણા અને મેન્સમાં ઉત્તરપ્રદેશ ચેમ્પિયન
ગુજરાતમાં ભાવનગર ફાળે આવેલી નેશનલ ગેમ્સમાં બાસ્કેટ બોલ 3×3 બાસ્કેટ બોલની ફાઇનલ રમાઈ હતી. જેમાં તેલંગાણા અને કેરળ વચ્ચેની લડાઈમાં તેલંગાણાની જીત થઈ હતી જ્યારે મેન્સમાં ઉત્તરપ્રદેધની ટીમે જીત મેળવી હતી. વિનિંગ સેરેમનીમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલો એનાયત કરવામાં આવ્યા હતા.click here