- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં કરેલ નિષ્કાળજી બાબત "મૌન-ધારણા"
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં કરેલ નિષ્કાળજી બાબત કોંગ્રેસ વિરુદ્ધ કર્ણાવતી મહાનગરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં ગાંધીજીની પ્રતિમાના સાનિધ્યમાં વિરોધ પ્રદર્શિત સવારે 10.00થી 12.00 કલાક "મૌન-ધારણા" યોજવામાં આવશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
Assembly Election 2022: યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, આદર્શ આચારસંહિતા લાગુ
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election 2022)ની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આદર્શ આચારસંહિતા (model code of conduct) લાગુ કરવામાં આવી છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણી પંચે કેટલાક નિયમો બનાવ્યા છે, જેને આદર્શ આચાર સંહિતા કહેવામાં આવે છે. આ નિયમોનું પાલન ન કરવા પર સજાની જોગવાઈ છે, જાણો (What is Code of Conduct?) શું થશે પ્રતિબંધ. Click here
Vaccination of children in Gujarat 2022: રાજ્યમાં 15થી 18 વર્ષના 16,29,058 બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 25 ડિસેમ્બરના રોજ દેશમાં 15 વર્ષથી 18 વર્ષના બાળકો માટે રસીના પ્રથમ ડોઝની જાહેરાત કરાઈ હતી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા (Vaccination of children in Gujarat 2022) 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી કુલ 16 લાખથી વધુ બાળકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. Click here