- આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે
1. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈને ચર્ચા કરવામાં આવશે.
2. દિલ્હી: ED ના નિર્દેશક વિસ્તરણ કેસની આજે સુનાવણી
દિલ્હી સુપ્રિમ કોર્ટ ખાતે આજે બુધવારે ED ના નિર્દેશક વિસ્તરણ કેસની સુનાવણી થશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે
1. સરકારનો નિર્ણય : B.SC નર્સિંગમાં એડમિશન માટે NEET નહીં, ધોરણ 12 પરિણામ પર થશે એડમિશન
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે ગઈકાલે મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે કે જેઓ B.SC નર્સિંગમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેઓએ નીટની પરીક્ષા આપવી નહીં પડે. તેઓ સીધા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામના આધાર ઉપર જ સીધા B.SC નર્સિંગમાં એડમિશન લઈ શકશે. click here
2. 16 મહિના બાદ ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરાઈ
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલ મંગળવારથી 16 મહિના બાદ પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કોરોનાની મહામારીના 16 મહિના બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થતાં વકીલોએ ચોક્કસ નિયમો અને નિર્દેશોનું પાલન કરતાં હાઇકોર્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. click here
3. અફઘાનિસ્તાનમાંથી 150 ભારતીયોને એરફોર્સના પ્લેનમાં વતન લવાયા, હજુ અનેક ભારતીયો ફસાયા
ભારતીય વાયુસેનાનું પ્લેન મોકલી અફઘાનિસ્તાનમાં વસતા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરાવી વતન પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્લેન ગઈકાલે મંગળવારે જામનગર એરબેઝ પર પહોંચ્યું હતું, આ દરમિયાન અફઘાનિસ્તાનના ભારતીય રાજદૂતે પત્રકાર પરિષદ યોજી પરિસ્થિતિ અંગે વાત કરતા કહ્યું હતું કે, તાલિબાની લડાકુઓ ભારતીય રાજદૂત કચેરી પર કબજો કરે તે પહેલા જ ફોર્સ દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા.click here
ગુજરાતી ભાષાનું મહત્વ જાણવું ખુબ જ જરૂરી છે: સિદ્ધાર્થ રાંદેરિયા
ગુજરાતમાં કમનસીબે લોકો માતૃભાષાને છોડી અન્ય ભાષાને પ્રાધાન્ય આપી રહ્યા છે. ગુજરાતી નાટકોનું જે પ્રકારે મહત્વ ઘટતું જઈ રહ્યું છે તેવામાં ગુજરાતી ભાષાને સાચવી એટલી જ જરૂરી બની છે. ગુજરાતી નાટક સમાજ માટે એક દર્પણ માનવામાં આવે છે. નાટકમાં ગુજરાતની સંસ્કૃતિ, રહેણીકરણી અને માતૃભાષા ગુજરાતીનો સંગમ જોવા મળતો હોય છે. જેને જાણવી સાચવી રાખવો ખુબ જ જરૂરી છે. click here
તાલિબાની લડવૈયાઓ વિજય બાદ એમ્યુઝમેન્ટ પાર્કમાં માણી રહ્યા છે આનંદ, વીડિયો વાયરલ
અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ ઉજવણી કરતા તાલિબાની લડવૈયાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તાલિબાની લડવૈયાઓ પાર્ક અને જીમમાં કસરત કરવાની મજા માણી રહ્યા છે.
તાલિબાની લડવૈયાઓ વિજય બાદ એમ્યુઝમેન્ટ પાર્કમાં માણી રહ્યા છે આનંદ