આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
- રાજ્ય સરકાર દ્વારા આજથી શિક્ષક સજ્જતા સર્વે શરૂ કરાશે
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેની આજે મંગળવારથી શરૂઆત કરવામાં આવશે, ત્યારે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ રાજ્ય સરકારના નોટિફિકેશન અને જાહેરાતથી નારાજ છે. સોમવારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવની અધ્યક્ષતામાં શૈક્ષણિક શિક્ષક મહાસંઘ વચ્ચે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બેઠકમાં કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો ન હતો અને શિક્ષકોએ પરીક્ષાના વિરોધ કરવાની સ્પષ્ટતા કરીને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિર્ણયનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. વધુ માહિતી માટે... Click Here
- ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 આજથી શરૂ
આજથી ટોક્યો પેરાલિમ્પિક્સ 2020ની શરૂઆત થશે. આ પેરાલિમ્પિક્સ 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજવામાં આવશે. ભારતીય ખેલાડીઓ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં પોતાની દાવેદારી લઈને પહોંચ્યા છે. આ વખતે રેકોર્ડ 54 ખેલાડીઓ નવ રમતોમાં મેડલ માટે દાવો કરશે. પ્રથમ વખત બે મહિલા નિશાનેબાજો પણ લક્ષ્ય સાંધશે. તે જ સમયે, તાઈકવોન્ડો અને બેડમિન્ટનને પ્રથમ વખત પેરાલિમ્પિક રમતોમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ખેલાડીઓ રિયોના રેકોર્ડને તોડશે તેવી અપેક્ષા છે. પાંચ વર્ષ પહેલા રિયોમાં યોજાયેલી રમતોમાં ભારતે બે ગોલ્ડ સહિત કુલ ચાર મેડલ જીત્યા હતા, જે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.વધુ માહિતી માટે... Click Here
- M. ફાર્મામાં પ્રવેશ માટેનું પરિણામ આજે થશે જાહેર
M. Pharma માં પ્રવેશ માટેનું પરિણામ આજે 24 ઓગષ્ટના રોજ જાહેર કરવામાં આવશે. આ સાથે મેરીટ પણ જાહેર કરવામાં આવશે. નોન-ગેટ અને ગેટ આપનારાનું મેરીટ પણ જાહેર કરાશે. આ બાબતે પ્રવેશ સમિતિએ નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ વર્ષે MEમાં 4,000 જેટલા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
- HUID અંગેના સરકારના નિર્ણય સામે સોના વેપારીઓની હડતાળ
જિલ્લામાં સોના-ચાંદીના વેપારીઓ દ્વારા સોના-ચાંદીના દાગીનાઓમાં HUDI નંબર લગાવવાના નવા કાયદાના કારણે ગુજરાતભરમાં તમામ સોના-ચાંદીના વેપારીઓ દ્વારા સોમવારે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા સોના-ચાંદીના ઘરેણામાં લાગુ કરેલા નવા હોલમાર્ક કાયદામાં અનેક અડચણો હોવાના અને સોના-ચાંદીના વેપારીઓને સરકાર દ્વારા કોઈ રાહત ન અપાતા વેપારીઓ દ્વારા હડતાળ પાડીને કેન્દ્ર સરકારના HUDIના નવા કાયદાનો વિરોધ કરાયો હતો. વધુ માહિતી માટે... Click Here
- દારૂબંધીની અરજીમાં હાઈકોર્ટે સરકારને આપ્યો ઝટકો
ગુજરાત હાઈકોર્ટમાં દારૂબંધીના કાયદાની તરફેણ અને વિરૂદ્ધની અરજી સામે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં લોકો શું ખાશે? અથવા શું પીશે? તેને લઈને ગુપ્તતાના અધિકારના આધાર પર એક અરજી થઈ હતી. તેને લઈને ગુજરાત હાઈકોર્ટ મહત્ત્વનો નિર્ણય આપતા જણાવ્યું હતું કે, આ અરજીઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ટકી શકે છે. આ અગાઉ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ અરજી ટકવાપાત્ર નથી તેવી હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં લોકો શું ખાશે? અથવા શું પીશે? તેને લઈને ગુપ્તતાના અધિકારના આધાર ઉપર થયેલી અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો નિર્ણય આપ્યો હતો.વધુ માહિતી માટે... Click Here
- પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહનો પાર્થિવ દેહ પંચમહાભુતમાં વિલીન