- કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ આજે સવારે 10:30 કલાકે GMDC ખાતે બનનારી DRDO હોસ્પિટલની મુલાકાત કરીને નિરિક્ષણ કરશે
- વડાપ્રધાન કોરોનાની પરિસ્થિતિ અંગે યોજશે બેઠક
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની પરિસ્થિતિ અંગે વિવિધ બેઠકો યોજશે. જેમાં તેઓ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે બેઠક યોજી કોવિડ - 19ની સ્થિતિ અંગે માહિતી મેળવશે.
- કોરોનાના વધતા જતાં કેસો અંગે હિમાચલ પ્રદેશમાં આજે હિમાચલ કેબિનેટ યોજશે બેઠક
કોરોનાના વધતા જતા કેસો બાદ આજે હિમાચલ કેબિનેટની બેઠક મળશે. બેઠકમાં હિમાચલના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરશે. આ સમય દરમિયાન સરકાર અનેક નિયંત્રણો લાદવાનો નિર્ણય કરી શકે છે. ઉપરાંત હિમાચલ સરકારે મંદિરો સહિતના તમામ ધાર્મિક સ્થળોએ સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે મંદિરોમાં નિયમિત પૂજા ચાલુ રહેશે.
- આજે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ કરશે કોરોના સંકટ પર સમીક્ષા બેઠક
રાજ્યમાં કોરોનાની બીજી લહેરના કારણે પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. અહીં વહીવટતંત્ર કોરોનાના સંક્રમણને રોકવાના દરેક સંભવિત પ્રયત્નોમાં વ્યસ્ત છે. ત્યારે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ આજે કોરોના પર સમીક્ષા બેઠક કરશે. પ્રધાનો અને અધિકારીઓ લોકોના સૂચનો લેવા ઉપરાંત કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજ્ય કક્ષાએ ચર્ચા કરશે.
- આજે મુંબઈ પહોંચશે પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ
સારવારમાં ઉપયોગમાં લેવાતા ઓક્સિજન ટેન્કરની સાથે પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમ માટે મુંબઇથી રવાના થઈ હતી. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિશાખાપટ્ટનમમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજનથી ભરેલા ટેન્કરો રેલવેની રો રો સેવા દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ -19 સામેના અભિયાનના ભાગ રૂપે રેલવે ઓક્સિજન એક્સપ્રેસ ચલાવી રહી છે.
- કોરોનાને હરાવવા માટે, આજથી મધ્યપ્રદેશમાં યોગની શરૂઆત થશે