- શેરબજાર માટે કાળો દિવસ
- અદાણી ગ્રુપનો ગગડ્યા શેર
- શેર બજારમાં પડ્યો સોંપો
ન્યૂઝ ડેસ્ક:અદાણી ગ્રુપની કંપનીઓમાં ભાગીદારી રાખનાર કેટલાક FPI ખાતા ધારકોને NSDL દ્વારા જપ્ત કરવાના સમાચાર સામે આવતા આ કંપનીઓએ શેરના કારોબારમાં સોમવારની સવારે 25 ટકા સુધીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમ્યાન અદાણી એન્ટરપ્રાઇઝ બીએસઇ પર 24.99 ટકા ગગડીને 1,201.10 રૂપિયા પર અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 18.75 ટકા ગગડીને 681.50 રૂપિયા પર અટક્યો હતો. આ સિવાય અદાણી ગ્રીન એનર્જી 5 ટકા નીચે પડીને 1165.35 રૂપિયા પર, અદાણી ટોટલ ગેસ પાંચ ટકા પડીને 1544.55 રૂપિયો, અદાણી ટ્રાન્સમિશન પાંચ ટકા પડીને 1517.25 રૂપિયા આ શેર્સએ પોતાની નીચેની સર્કિટ સીમાને પર કરી લીઘી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર NSDLએ 3 વિદેશી ફંડ જપ્ત કરી લેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતાં. જેની પાસે અદાણીની ચાર કંપનીઓની ભાગીદારી હતી. રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું હતું કે 31 મે પહેલા તેને જપ્ત કરવામાં આવ્યા હતા.
અદાણીએ સમાચારને ગણાવ્યા ખોટા