ગુવાહાટી: મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકાર માટે ગુરુવારે એકનાથ શિંદેએ (Shiv Sena Leader Eknath Shinde) વીડિયો અને ફોટોગ્રાફ્સ જાહેર કરીને દાવો કર્યો હતો કે, તેમની પાસે 41 ધારાસભ્યોનું સમર્થન છે તે સાથે રાજકીય સંકટ ઘેરી બન્યું છે. જો કે, ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ગુરુવારે ગુવાહાટીમાં વધુ ત્રણ ધારાસભ્યોના આગમન સાથે, રેડિસન બ્લુ હોટેલમાં (Hotel Radisson Blu) કેમ્પ કરી રહેલા અસંતુષ્ટ ધારાસભ્યોની સંખ્યા વધીને 46 થઈ ગઈ છે. જેમાં અપક્ષ અને અન્યનો સમાવેશ થાય છે. ત્રણ વધુ બળવાખોર ધારાસભ્યો જે ગુવાહાટીમાં હોટેલ રેડિસન બ્લુ પહોંચ્યા છે, જેમાંથી બે શિવસેનાના છે અને એક અપક્ષ ધારાસભ્ય છે.
આ પણ વાંચો:શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરને મોકલ્યો પત્ર, કહ્યું...
બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 46 થઈ ગઈ :એકનાથ શિંદેની સાથે શિવસેનાના ધારાસભ્ય દાદાજી ભુસે અને સંજય રાઠોડ અને અપક્ષ ધારાસભ્ય ગીતા જૈન પણ હતા. એમએલસી રવિન્દ્ર પાઠક પણ છે. હવે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 46 થઈ ગઈ છે, જેમાં 37 શિવસેનાના છે અને 9 અપક્ષ છે. બધા હવે હોટેલ રેડિસન બ્લુ, ગુવાહાટીમાં છે. શિંદેએ એક અખબારી યાદીમાં ભાજપ સાથે ગઠબંધનમાં જોડાવાનો સંકેત આપ્યો હતો. તેણે કહ્યું કે, તે રાષ્ટ્રીય રાજકીય પક્ષ સાથે રહેવા માગે છે.
ધારાસભ્યોએ ફોટો કર્યો શેર :બળવાખોર ધારાસભ્યોએ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર માટે સંભવિત ખતરો દર્શાવતા 40 થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરતા વીડિયો અને ચિત્રો બહાર પાડ્યા હતા. અસંતુષ્ટ ધારાસભ્યો દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો અને ફોટોગ્રાફ્સ અનુસાર, શિંદે હોટલમાં ધારાસભ્યો સાથે પોઝ આપતા જોવા મળે છે. સંપૂર્ણ સફેદ પોશાક પહેરેલા, શિંદે તેમના સાથી ધારાસભ્યોથી ઘેરાયેલા જોઈ શકાય છે. શિંદે પાસ મહારાષ્ટ્રમાં શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગ ધરાવે છે.