તિરુવનંતપુરમ : તિરુચિરાપલ્લીથી શારજાહ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને સોમવારે તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક્નિકલ કારણોસર ઈમરજન્સી લેન્ડિંગ કરવી પડી હતી. એરપોર્ટ સૂત્રોએ આ માહિતી આપી હતી. તમિલનાડુના તિરુચિરાપલ્લીથી સવારે 10:45 વાગ્યે ફ્લાઈટ ઉપડ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરી હતી.
એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ : એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, પ્લેન બપોરના સુમારે તિરુવનંતપુરમમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું. એરલાઈને એમ પણ કહ્યું કે, ફ્લાઈટમાં 154 મુસાફરો સવાર હતા અને તે સાવચેતીભર્યું લેન્ડિંગ હતું. આ દરમિયાન મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હતા. લગભગ એક અઠવાડિયા પહેલા આ જ એરલાઈન્સના એરક્રાફ્ટનું ટેકનિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
આ કારણોસર કરાયું લેન્ડિંગ : 23 જુલાઈના રોજ એર ઈન્ડિયા એક્સપ્રેસની તિરુવનંતપુરમ-દુબઈ એક્સપ્રેસ ફ્લાઈટમાં એર કંડિશનરમાં ખરાબીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેને તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે 1.30 કલાકે ઉડાન ભરી હતી. જ્યારે ખામીની જાણ થઈ, ત્યારે ફ્લાઇટને ઉતાવળમાં 3.20 વાગ્યે તિરુવનંતપુરમ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી.
અધિકારીનું નિવેદન : અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં સવાર મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. ત્યારબાદ એરલાઈને તરત જ પ્રવાસની ખાતરી કરવા માટે બીજા પ્લેનની વ્યવસ્થા કરી. છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા અકસ્માતોને જોતા સરકાર વિમાનોના સંચાલનને લઈને ઘણી કડક છે. હાલમાં અદાણી ગ્રુપ પાસે તિરુવનંતપુરમ એરપોર્ટના મેનેજમેન્ટ અધિકારો છે. ઑક્ટોબર 2021 માં, અદાણી જૂથે કેરળ સરકારના વાંધાઓ વચ્ચે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી એરપોર્ટ હસ્તગત કર્યું.
- Air India Closed Flite From Bhavnagar : એર ઇન્ડિયાની મુંબઇ ફ્લાઈટ બંધ થતાં ઉદ્યોગોને નુકસાનનો દાવો
- ટાટા ગ્રુપની એર ઈન્ડિયા પાછળ છોડી ઈન્ડિગો કરશે અત્યાર સુધીનો સૌથી મોટો સોદો!