ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Third wave of corona ને લઇ આરોગ્યવિભાગે સારા સમાચાર આપ્યાં, બાળકોને લઇને છે ખબર - AIIMS નિર્દેશક રણદીપ ગુલેરિયા

કોરોનાની ત્રીજી લહેરની Corona third wave બાળકો પર થનારી અસરને લઇને જાતજાતની અફવાઓનું બજાર ગરમ છે. ત્યારે સારા સમાચાર આવી રહ્યાં છે કે તબીબો અને જાણકારો આ વાતોની પુષ્ટિ નથી કરી રહ્યાં. કોરોનાની બાળકો પર ખૂબ અસર થશે તેવી વાતોથી લોકોમાં ખૂબ ચિંતા વધી છે ત્યારે ETV Bharat ની સુખીભવની ટીમે કેટલાક નિષ્ણાતો સાથે આ વિષય સંદર્ભે ચર્ચા કરી હતી.

Third wave of corona ને લઇ આરોગ્યવિભાગે સારા સમાચાર આપ્યાં, બાળકોને લઇને છે ખબર
Third wave of corona ને લઇ આરોગ્યવિભાગે સારા સમાચાર આપ્યાં, બાળકોને લઇને છે ખબર

By

Published : Jun 14, 2021, 4:11 PM IST

  • કોરોનાની (Corona) ત્રીજી લહેરની (Corona third wave) સંભવિત અસર વિશે વિશેષ વાતચીત
  • ETV Bharatની નિષ્ણાતો સાથે થઈ વિશેષ વાતચીત
  • ત્રીજી લહેરની (Corona third wave) બાળકો પર વધુ અસર થાય જ એ જરુરી નથીઃ આરોગ્યવિભાગ

નવી દિલ્હીઃ કોરોનાની (Corona)બીજી લહેર હજી સુધી સંપૂર્ણપણે નિયંત્રિત થઈ નથી. એવામાં કોરોનાની ત્રીજી લહેર(Corona third wave)અને તેની પ્રકૃતિ વિશે અફવાઓનું બજાર ગરમ થવા માંડ્યું છે. એક અફવા એ પણ છે કે બાળકો પર કોરોનાની ત્રીજી લહેર ભારે પડશે. જોકે મોટાભાગના ડોકટરો અને નિષ્ણાતો આ અફવા સાથે સહમત નથી અને લોકોને કોરોનાની નવી લહેરની અસર જેવી બાબતોથી ડરવાને બદલે સલાહ આપી રહ્યાં છે કે બાળકોને કોરોનાના (Corona)સંક્રમણથી બચાવવાનો પ્રયત્ન કરો. ETV Bharat ની સુખીભવ ટીમે પણ આ સંદર્ભમાં વિષય નિષ્ણાતો પાસેથી માહિતી લીધી હતી.

શું જણાવે છે તબીબો

હાલમાં જ એઆઈઆઈએમએસ-AIIMS નિર્દેશક રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે ભારતમાં બાળકો પર કોરોનાની (Corona) ત્રીજી લહેરની (Corona third wave)અસર વધુ જોવા મળશે તેવું સૂચવતો વૈશ્વિક કે ભારતીયસ્તરનો પર કોઈ ડેટા સામે આવ્યો નથી. તેમણે જણાવ્યું કે કોરોના વાયરસની બીજી લહેરમાં પણ જે બાળકોને કોરોના વાયરસ (Corona)સંક્રમણ થયું છે તેવા બાળકો ઓછા બીમાર છે અથવા તો પહેલેથી જ કોઈ રોગથી પીડાઈ રહ્યાં હતાં.

ઈટીવી ભારત સુખીભવના વિશેષજ્ઞ તથા એપલ હોસ્પિટલમાં જનરલ ફિઝિશિયન ડૉ. સંજય કે. જૈન પણ એ વાત સાથે સહમત થાય છે કે કોરોનાની ત્રીજી લહેરની (Corona third wave)બાળકો પર ગંભીર અસર થવાની આશંકા ઘણી ઓછી છે. તેઓ જણાવે છે કે કોરોના સંક્રમણની (Corona)શરૂઆતથી જ દરેક વ્યક્તિ જાણે છે કે જ્યારે આપણી રોગપ્રતિકારતામાં ઘટાડો થાય છે ત્યારે આ સંક્રમણ આપણા શરીરને અસર કરે છે અને આ વિશે પણ લગભગ દરેક જાણે છે કે બાળકોની રોગપ્રતિકારતા ખૂબ મજબૂત છે. જે બાળકો પહેલેથી જ કોઈ ગંભીર રોગ અથવા સ્થિતિનો શિકાર છે તો તેઓ આ ચેપ માટે સંવેદનશીલ હોઈ શકે છે. પરંતુ સામાન્ય સ્વાસ્થ્યવાળા બાળકો પર કોરોના સંક્રમણની વધુ ગંભીર અસર મોટેભાગે સાંભળવામાં આવતી નથી. આંકડાઓની વાત કરીએ તો કોરોનાના (Corona)વધુ કેસો બાળકોમાં પ્રથમ લહેરની તુલનામાં બીજી લહેરમાં નોંધાયા હતાં, પરંતુ તેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં બાળકો પર સંક્રમણની અસર ખૂબ ઓછી હતી. એટલું જ નહીં, બાળકોમાં તેની આડઅસર પણ ઘણી ઓછી હોય છે.

આ પણ વાંચોઃ કોરોનાએ સાધ્યુ બાળકો પર નિશાન: 72 કલાકમાં 14 દિવસના 2 બાળકોના મોત, એક વેન્ટિલેટર પર

બાળકોના આરોગ્યનું ધ્યાન રાખવું જરુરી છે

દહેરાદૂનના વરિષ્ઠ બાળ ચિકિત્સક ડૉ.લતીકા જોશી કહે છે કે સંજોગો ગમે તે હોઈ શકે પણ બાળકોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે માતાપિતાએ વધુ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. માત્ર ખાવાનું જ નહીં, પણ બાળકોને નિયમિત કસરતની ટેવ પડે તે પર પણ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ડૉ.લતીકા જોશી જણાવે છે કે બાળકોની સંભાળમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જ જોઇએઃ

  • બાળકોને તેમના શરીર અને આસપાસની સફાઈ કરવા માટે પ્રોત્સાહિત કરો. ખાસ કરીને થોડાથોડા સમયે યોગ્ય રીતે હાથ ધોવા માટે કહો.
  • તેમને ઘરમાં બનાવેલાં લીલા શાકભાજી અને તમામ પ્રકારના કઠોળ તથા તાજો પાચનયોગ્ય ખોરાક ખાવા માટે પ્રોત્સાહિત કરો. બજારમાં ઉપલબ્ધ ખોરાક, ખાસ કરીને ફાસ્ટફૂડ અને જંકફૂડ ટાળવાની સલાહ આપો.
  • આહારમાં ફળો, દૂધ અને દૂધના ઉત્પાદનો અને ડ્રાયફ્રૂટની માત્રામાં વધારો કરો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેમને પૂરક પ્રમાણમાં પ્રોટીન અને ઝિંક આપો.
  • વધુ માત્રામાં પાણી અને નારિયેળ પાણી જેવા તરલ પદાર્થનું સેવન કરાવો. આનાથી શરીર હાઈડ્રેટ રહેશે.
  • તેમને નિયમિતપણે અમુક પ્રકારની કસરત કરવા અથવા કોઈ રમત રમવા માટે પ્રેરો જેમાં તેમને શારીરિક વ્યાયામ મળે. આ સાથે તેમને શ્વાસની કસરત અને યોગ જેવા પ્રાણાયામ માટે પણ પ્રેરિત કરો.
  • આસપાસમાં સકારાત્મક વાતાવરણ બનાવો જેનાખી બાળકોમાં ડર, તણાવ અને ચિંતા નહીં ઉદભવે.
  • માસ્ક અને સેનિટાઈઝેશનની જરુરિયાત શા માટે છે તે સમજાવો અને માસ્ક વિના ઘરની બહાર ન જવા દો.
  • બાળકોને ભેગાં થઈને રમવાથી રોકો, અઘરું છે પણ કોરોનાકાળમાં આ જરુરી છે તે જણાવો.
  • જન્મદિવસની પાર્ટી કે મોટા સમારોહમાં ન લઇ જાવ.
  • બાળકોમાં કોરોના સંક્રમણના લક્ષણ નજર આવે તો તરત જ આઈસોલેટ કરી દો અને તબીબોનું માર્ગદર્શન લો.

આ પણ વાંચોઃ સુરતમાં 3 મહિનામાં 1661 બાળકો કોરોના સંક્રમિત, ત્રીજી લહેરથી બચાવવા સિવિલમાં 100 બેડ વધારાશે

ABOUT THE AUTHOR

...view details