- NIAએ ત્રણ રાજ્યમાં 5 જગ્યા પર દરોડા પાડ્યા
- દિલ્હીના જાફરાબાદ, કેરળના કોચ્ચી અને બેંગલુરુમાં NIAની ટીમ ત્રાટકી
- આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા મામલામાં 4 મહિલાની ધરપકડ
આ પણ વાંચોઃએન્ટિલિયા શંકાસ્પદ કાર કેસ : કાર માલિકનું મોત, NIA તપાસની માગ
નવી દિલ્હીઃ દેશની NIA એટલે કે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ હવે ISIS સંબંધિત મામલે દિલ્હી, કર્ણાટક અને કેરળમાં 5 જગ્યા પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, આ દરોડા દિલ્હીના જાફરાબાદ, કેરળના કોચ્ચી અને બેંગલુરુમાં કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા મામલામાં NIAએ 4 મહિલાની પણ ધરપકડ કરી છે.