વોશિંગ્ટન: યુએસ કાર્ગો અને પેસેન્જર એરક્રાફ્ટ ઓપરેટર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સએ (US Airlines CEO Warns) ચેતવણી આપી છે કે નવી વાયરલેસ 5G સેવા "આપત્તિજનક" ઉડ્ડયન કટોકટી(Flights canceled due to 5Gs) તરફ દોરી શકે છે. રનવેની નજીક વાયરલેસ 5G સેવા ફ્લાઈટ્સને વિક્ષેપિત કરી શકે છે.
ફ્લાઇટનું સંચાલન કરવું જોખમી
આ મુખ્ય યુએસ એરલાઇન્સનું કહેવું છે કે, નવી સેવા મોટી સંખ્યામાં વાઇડ બોડી પ્લેનને નકામું બનાવી શકે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(FAA) કહે છે કે, તે સંવેદનશીલ એરક્રાફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે અલ્ટીમીટર અને ઓછી દૃશ્યતા કામગીરીને પણ અસર કરી શકે છે. આવી સ્થિતિમાં ફ્લાઇટનું સંચાલન કરવું જોખમી (Dangerous to Operate a Flight) બની શકે છે. આ ઉપરાંત જો લોકો માટે જોખમની સંભાવના હોય, તો તેઓ પ્રવૃત્તિ બંધ કરવા માટે બંધાયેલા છે. આના કારણે જો ફ્લાઇટ સંકટ વધુ ઊંડું થશે તો હજારો અમેરિકનો વિદેશમાં અટવાઈ જશે.
સમસ્યા શું છે તે સમજો
અમેરિકન કંપની એટી એન્ડ ટી અને વેરાઇઝનએ ગયા વર્ષે હરાજીમાં 80 બિલિયનની સટ્ટાબાજી કરીને સી-બેન્ડ સ્પેક્ટ્રમ માટે બિડ જીતી હતી. હવે તેણે 5G નેટવર્ક માટે ટાવર લગાવવા પડશે. મોટી એરલાઈન કંપનીઓનું (US Airlines Company) કહેવું છે કે, જો રનવેની આસપાસ 5G નેટવર્કની અસર જોવા મળશે તો ટેક્નિકલી મોટા વિમાનો મુશ્કેલીમાં મુકાઈ જશે. તેઓ કહે છે કે એરપોર્ટના રનવેના લગભગ 2 માઈલના(3.2 કિમી) ત્રિજ્યાને 5Gથી મુક્ત રાખવો જોઈએ.