ગુજરાત

gujarat

ETV Bharat / bharat

RSSની તુલના તાલિબાન સાથે કરવા પર જાવેદ અખ્તરને નોટિસ, 12 નવેમ્બર સુધી માંગવામાં આવ્યો જવાબ - જાવેદ અખ્તરને નોટિસ

ગીતકાર જાવેદ અખ્તરની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિરુદ્ધ કથિત 'અપમાનજનક' ટિપ્પણીને લઇને તેમને કારણ આપો નોટિસ જાહેર કરવામાં આવી છે.

RSSની તુલના તાલિબાન સાથે કરવા પર જાવેદ અખ્તરને નોટિસ
RSSની તુલના તાલિબાન સાથે કરવા પર જાવેદ અખ્તરને નોટિસ

By

Published : Sep 28, 2021, 1:00 PM IST

  • જાવેદ અખ્તરને થાણેની અદાલતે નોટિસ પાઠવી
  • RSSની તુલના તાલિબાન સાથે કરવા પર જાવેદ અખ્તર પર માનહાનિ કેસ
  • 12 નવેમ્બર સુધી જવાબ માંગવામાં આવ્યો

મુંબઈ: મહારાષ્ટ્રમાં થાણેની એક અદાલતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની તુલના કથિત રીતે તાલિબાન સાથે કરવા પર બોલીવૂડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરની વિરુદ્ધ દાખલ માનહાનિ કેસ પર કારણ આપો નોટિસ જાહેર કરવાનો સોમવારના આદેશ આપ્યો છે.

12 નવેમ્બર સુધી જવાબ માંગવામાં આવ્યો

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને જોઇન્ટ સિવિલ જજ (સિનિયર ડિવિઝન)ની કોર્ટમાં આરએસએસ કાર્યકર વિવેક ચાંપાનેરકરે અખ્તર પાસેથી વળતર તરીકે 1 રૂપિયાની માંગણી કરતો દાવો દાખલ કર્યો છે. કોર્ટે નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો છે, જેનો જવાબ 12 નવેમ્બર સુધીમાં માંગવામાં આવ્યો છે.

શું કહ્યું હતું જાવેદ અખ્તરે?

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા 76 વર્ષના કવિ, ગીતકાર, પટકથા લેખકે આરએસએસનું નામ લીધા વગર કહ્યું હતું કે, “તાલિબાન ઈસ્લામિક દેશ ઈચ્છે છે. આ લોકો હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે."

RSSની છાપ બગાડવાનો પ્રયત્ન?

દાવામાં કહેવામાં આવ્યું છે કે, અખ્તરે આ નિવેદન યોજનાબદ્ધ રીતે આપ્યું છે, જેનો ઉદ્દેશ આરએસએસની છાપ બગાડવાનો અને માનહાનિ કરવાનો છે. કોર્ટે આ દાવા પર ધ્યાન આપતા અખ્તરને કારણ જણાવો નોટિસ પાઠવી છે અને કેસની સુનાવણી 12 નવેમ્બર 2021 સુધી સ્થગિત કરી દીધી છે.

આ પણ વાંચો: જાવેદ અખ્તર માનહાનિ કેસ: કંગનાએ કોર્ટમાં કાઉન્ટર કેસ કર્યો

આ પણ વાંચો: ભારે ટીકા બાદ જાવેદ અખ્તરે તોડ્યું મૌન, બોલ્યા- હિન્દુ સૌથી સહિષ્ણુ અને સભ્ય સમુદાય

ABOUT THE AUTHOR

...view details