ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 1:39 PM IST

ETV Bharat / bharat

તેલંગાણાના DGPએ કરી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી સાથે મુલાકાત, વિજેતા બદલ પાઠવી શુભકામના

તેલંગાણાના રાજ્ય પોલીસ વડા અંજની કુમાર અને અન્ય પોલીસ અધિકારીઓએ હૈદરાબાદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી અને તેમને જીત બદલ શુભકામના પાઠવી હતી. તેલંગાણાના રાજ્ય પોલીસ વડા અંજની કુમાર સહિત તેલંગાણાના અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ રેવંત રેડ્ડીને તેમના નિવાસ સ્થાને જઈને શુભકામના પાઠવી હતી.

તેલંગાણાના DGPએ કરી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી સાથે મુલાકાત
તેલંગાણાના DGPએ કરી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી સાથે મુલાકાત

હૈદરાબાદઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં મતગણતરી ચાલી રહી છે. વલણો મુજબ તેલંગાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. અને અહીં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે. તેલંગાણા વિઘાનસભાની ચૂંટણીના પરિણામો કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ વિજેતા જાહેર થયાં છે જેમાં સૌથી વધુ ચર્ચા રેવંત રેડ્ડીના નામની થઈ રહી છે. તેલંગાણાના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડી વિજેતા થતાં તેલંગાણાના રાજ્ય પોલીસ વડા અંજની કુમાર અને અન્ય પોલીસ અધિકારીઓએ હૈદરાબાદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં અને તેમને જીત બદલ પુષ્પગુચ્છો આપીને શુભકામના પાઠવી હતી.

તેલંગાણામાં કોંગ્રેસની જીતઃ તેલંગાણામાં કોંગ્રેસની જીતનો સૌથી વધારે શ્રેય રેવંત રેડ્ડીને મળી રહ્યો છે. આ જ કારણ હશે કે કોંગ્રેસ હાઈકમાન રેવંત રેડ્ડી મુખ્યમંત્રી પદ આપી શકે છે. રેવંત રેડ્ડી તેલંગાણા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. રેવંત રેડ્ડી તેલંગાણામાં કોંગ્રેસના એ ત્રણ લોકસભાના સાસંદોમાં સામેલ છે, જેઓએ 2019માં જીત મેળવી હતી. આ ચૂંટણીમાં પણ રેવંત રેડ્ડી તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની સામે ગજવેલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં.

કોંગી કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહઃ હાલ તો તેલંગાણામાં કોંગ્રેસની જીતને જોતા તમામ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે, કોંગ્રેસ છાવણીમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ નાચીને અને એક બીજાને મીઠાઈ ખવડાવીને જીતનો જશ્ન મનાવી રહ્યાં છે. જ્યારે બીજી તરફ તેલંગાણાના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીના નિવાસ સ્થાને તેમને શુભેચ્છા આપવા માટે સમર્થકોની ભીડ ઉમટી રહી છે. મહત્વપૂર્ણ છે કે, રેવંત રેડ્ડી 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, 2018માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. તેમ છતાં કોંગ્રેસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મલ્કાજગીરીથી ટિકિટ આપી હતી, જેમાં તેઓ જીતી ગયા હતાં. 2021માં કોંગ્રેસે તેમને મોટી જવાબદારી સોંપી અને તેલંગાણા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતાં. ત્યાર બાદથી સમગ્ર તેલંગાણામાં તેમનું કદ વધતુ ગયું છે.

  1. 4 રાજ્યોમાં મતદાનના પરિણામો વિપક્ષી ગઠબંધન I.N.D.I.A ના સમીકરણોને અસર કરશે
  2. કોંગ્રેસને બહુમતી મળી, તેલંગાણાના સીએમ કેસીઆર રેવંત રેડ્ડી સામે બે હજારથી વધુ મતોથી પાછળ

ABOUT THE AUTHOR

...view details