ન્યૂઝ ડેસ્કઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં કુલ 10 ટીમો ભાગ (Tata IPL 2022 )લેશે. નવી સિઝનમાં બે નવી ટીમ લખનઉ અને અમદાવાદને સામેલ (Ahmedabad and Lucknow teams in IPL 2022 )કરવામાં આવી છે. લખનઉએ ઘણા સમય પહેલા નામ અને લોગોનું અધિકરણ કરી આપ્યું હતું. અમદાવાદ ટીમે પણ નામફાઈનલ કરી નાખ્યું છે.
નવી બેંને ટીમના નામ જાહેર
IPL 2022માં શામેલ થયેલ નવી ટીમ અમદાવાદે(IPL 2022 Ahmedabad Team) પોતાનું નામ રાખી લીધું છે.આ ટૂર્નામેન્ટમાં જેનું નામ 'અમદાવાદ ટાઇટન્સ' રાખવામાં આવ્યું છે. ટીમનો લોગો હજું જાહેર કરવમાં નથી આવ્યો પણ ટીમનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદની ટીમની કેપ્ટનસીઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કરશે. આ ટીમમાં અફઘાની સ્પિનર રાશિદ ખાન અને શુભમન ગિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃસુનીલ ગાવસ્કરે ભારતીય ક્રિકેટ ટીમને આપી મહત્ત્વની સલાહ