ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે રાજનીતિમાં નહીં જોડાય રજનીકાંત, લીધો મોટો નિર્ણય

સુપરસ્ટાર રજનીકાંતે(ACTOR RAJINIKANTH) ગયા વર્ષે 29 ડિસેમ્બર 2020ના રોજ અચાનક જ બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા, તેમના આરોગ્યને ટાંકીને કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં જોડાશે નહીં.

હવે રાજનીતિમાં નહીં જોડાય રજનીકાંત
હવે રાજનીતિમાં નહીં જોડાય રજનીકાંત

By

Published : Jul 12, 2021, 12:50 PM IST

  • ભવિષ્યમાં રાજકારણમાં આવવાની રજનીકાંત કોઈ યોજના નથી
  • અભિનેતાએ એવું નથી કહ્યું કે, તે ક્યારેય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં
  • રજનીકાંતે રાજકીય જીવનને લઈને એક મોટું નિવેદન આપ્યું

ચેન્નઇઃ દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે(ACTOR RAJINIKANTH )સોમવારે તેમના રાજકીય જીવનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની તેમની કોઈ યોજના નથી. આ સાથે તેમણે પોતાના સંગઠન રજની મક્કલ મંદ્રમ(Rajini Makkal Mandram )નો ભંગ કર્યો છે.

આ પણ વાંચોઃ રજનીકાંતનું રાજકીય રહસ્ય: ટ્વિટ કરી કહ્યું કે 31 ડિસેમ્બરે કરીશ રાજકીય પાર્ટીની જાહેરાત

રજનીકાંત રાજકારણ છોડવાના નિર્ણય પર ફરીથી વિચાર કરશે

અગાઉ રજનીકાંતે કહ્યું હતું કે, તેઓ રાજકારણ છોડવાના તેમના નિર્ણય પર ફરીથી વિચાર કરશે. રજનીકાંતે કહ્યું કે, તેઓ તેમના રાજકીય સંગઠન રજની મક્કલ મંદ્રમ (RMM)ના નેતાઓની સલાહ લીધા પછી જ નિર્ણય લેશે.

રાજ્યમાં કોરોનાના વધતા પ્રકોપ અને વિધાનસભાની ચૂંટણીઓના કારણે કોઈ નિર્ણય લઈ શકશે નહી

ઉલ્લેખનિય છે કે, આ પહેલા સુપરસ્ટાર રજનીકાંતે(ACTOR RAJINIKANTH ) ગયા વર્ષે 29 ડિસેમ્બર 2020ના રોજ અચાનક જ બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા, તેમના આરોગ્યને ટાંકીને કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં જોડાશે નહીં. પોતાના પોએસ ગાર્ડનના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતાં અભિનેતાએ કહ્યું કે, જ્યારે તેમણે જાહેરાત કરી કે, તેઓ રાજકારણમાં નહી પ્રવેશે, ત્યારે ઘણા બધા અનુત્તરિત સવાલો હતા. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોનાના વધતા પ્રકોપ અને વિધાનસભાની ચૂંટણીઓના કારણે કોઈ નિર્ણય લઈ શકશે નહી.

રજનીકાંતે રજની મક્કલ મંદ્રમનો ભંગ કર્યો નથી

જો કે, રજનીકાંત(ACTOR RAJINIKANTH )ના સહાયક અને ગાંધીયા મક્કલ ઇયક્કમના સંસ્થાપક તમિલારુવી મણિયને કહ્યું હતું કે, અભિનેતાએ એવું નથી કહ્યું કે, તે ક્યારેય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. તેમણે રજની મક્કલ મંદ્રમ(Rajini Makkal Mandram) નો ભંગ કર્યો નથી. બસ હવે તે ચૂંટણીના મેદાનમાં પ્રવેશ કરશે નહીં.

આ પણ વાંચોઃ રજનીકાંતની નવી પાર્ટીનું નામ અને પ્રતીક સોશિયલ મીડિયામાં વાઇરલ!

રજનીકાંત રાજકરણમાં જોડાશે તો ગાંધીયા મક્કલ અયક્કમ તેમની યાત્રામાં તેમની સાથે જોડાશે

મણિયને કહ્યું કે, જો આવતીકાલે રજનીકાંત (ACTOR RAJINIKANTH )એમ કહે કે, તેઓ રાજકારણમાં પાછા ફરી રહ્યા છે, તો ગાંધીયા મક્કલ ઇયક્કમ તેમની યાત્રામાં તેમની સાથે જોડાશે. જો રજનીકાંત રાજકારણમાં પ્રવેશ નહીં કરે, તો તે સહયોગી સંગઠન તરીકે કાર્ય કરવાનું ચાલુ રાખશે.

ABOUT THE AUTHOR

...view details