ચેન્નાઈ: તામિલનાડુ (Tamil Nadu Blast) સરકારે રવિવારે વિરુધુનગર જિલ્લામાં 1 જાન્યુઆરીએ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં (explosion in firecracker factory) માર્યા ગયેલા લોકોના પરિવારોને 3 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન એમ.કે.સ્ટાલિને (Chief Minister MK Stalin) જણાવ્યું કે, આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. મુખ્યપ્રધાન સ્ટાલિને આ ઘટનામાં લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. એક નિવેદનમાં તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
મુખ્યપ્રધાને ત્રણ- ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી
મુખ્યપ્રધાને (Chief Minister MK Stalin's announcement) કહ્યું કે, તેમણે આ ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ત્રણ- ત્રણ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રી જન રાહત ફંડમાંથી ઈજાગ્રસ્તોને એક- એક લાખ રૂપિયા આપવાની સૂચના આપવામાં આવી છે.