હૈદરાબાદ : ભારતીય બેડમિન્ટન ખેલાડીઓએ રવિવારે (15 મે) ઈતિહાસ રચ્યો હતો. ભારતે પ્રથમ વખત થોમસ કપનો ખિતાબ જીતીને (2022 Won Thomas Cup) દેશને અનોખી ભેટ આપી છે. ભારતે ફાઇનલ મેચમાં 14 વખતની ચેમ્પિયન ઈન્ડોનેશિયાની ટીમને (Indian Badminton Team) 3-0થી હરાવીને ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ જીત સાથે ભારતીય ટીમ ડબલ્સના કોચ ડેનિશના ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી મેથિયસ બોર્ચ ચર્ચામાં આવી ગયા છે. તમને જણાવી દઈએ કે આ મથિયાસ બો બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુનો બોયફ્રેન્ડ હોવાની સાથે કોચ પણ છે. તાપસીએ બોયફ્રેન્ડના નામે એક ચિઠ્ઠી પણ લખી છે.
તાપસીએ વિડીયો કર્યો શેર - અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ભારતની આ ઐતિહાસિક જીત (Indian Badminton 2022) પર ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેણે મેથિયાસ માટે ખાસ સંદેશ પણ લખ્યો છે. તાપસી ટૂર્નામેન્ટની શરૂઆતથી જ તેને ફોલો કરતી હતી અને તેને લગતા અપડેટ્સ શેર કરતી હતી. તાપસીએ ટ્વિટર પર ભારતની જીત પર (Mathias Boe Taapsee Pannu) એક નાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેના ઘરનો જણાવવામાં આવી રહ્યો છે. તે સમયે ટીવી પર મેચ ચાલી રહી હતી અને ભારતીય ટીમ ઉજવણી કરી રહી હતી.
આ પણ વાંચો :IIFA 2022 UAE: ફિલ્મ રસીકો માટે માઠા સમાચાર, ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ મોકૂફ