નવી દિલ્હી: કિસાન વૈજ્ઞાનિક તરીકે જાણીતા પ્રોફેસર એમ.એસ.સ્વામીનાથન 28 સપ્ટેમ્બરે દુનિયાને અલવિદા કરી ગયાં. ભારતની હરિત ક્રાંતિના જનક તરીકે પ્રસિદ્ધ સ્વામીનાથનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસ્મરણ કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક બ્લોગ લખ્યો છે, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, કેવી રીતે દેશ તેમના યોગદાનને ભૂલી શકતો નથી. પ્રધાનમંત્રી મોદીએ તેમને ખેડૂત વિજ્ઞાનિક ગણાવ્યાં અને કહ્યું કે, તેમના યોગદાનના કારણે ભારત કૃષિમાં આત્મનિર્ભર બની શક્યો છે.
એમ.એસ.સ્વામીનાથનનું સંસ્મરણ: પ્રધાનમંત્રી મોદીએ લખ્યું કે, દેશે એક એવા દૂરદર્શી વ્યક્તિને ગુમાવ્યાં છે, જેણે ભારતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન કર્યા. તેઓ 1943માં બંગાળમાં પડેલા દુષ્કાળના કારણે એટલા બધા દુ:ખી થયાં હતાં કે, તેમણે કૃષિ ક્ષેત્રમાં સુધારો કરવો પોતાનો ધ્યેય બનાવી લીધો. ખુબ ઓછી વયે તેઓ ડો. નોર્મન બોરલોગના સંપર્કમાં આવ્યાં અને તેમના કામને ઉંડાઈથી સમજ્યું. તેમણે અમેરિકામાંથી પણ ઓફર આવી, પરંતુ તેમણે ભારતમાં રહીને પતાના દેશ માટે કામ કરવાનું વિચાર્યું.JP Nadda Meets Ramoji Rao: જેપી નડ્ડા હૈદરાબાદમાં RFC ખાતે રામોજી રાવને મળ્યા
પ્રધાનમંત્રી મોદીનો બ્લોગ:પોતાના બ્લોગમાં પ્રધાનમંત્રી મોદી લખે છે કે. પ્રોફેસર સ્વામીનાથને ઘણા પડકારોનો સામનો કર્યો. 1960ના દાયકાની શરૂઆતમાં ભારત દુષ્કાળથી ઝઝૂમી રહ્યું હતું. આ દરમિયાન તેમની દ્રઢ પ્રતિબદ્ધતા અને દૂરદર્શિતાથી કૃષિ ક્ષેત્રના એક નવા યુગની શરૂઆત કરી. તેમના કારણે જ કૃષિ અને ઘઉંનું પ્રજનન જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં કામ થયું અને પછી ઘઉંનું ઉત્પાદન વધ્યું. તેમને ભારતીય હરિત ક્રાંતિના જનકની ઉપાધિ મળી, જે બિલ્કુલ યોગ્ય પણ છે.