ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુપ્રીમ કોર્ટે યુપી સરકારના શિક્ષક ભરતીમાં કટ ઓફના નિર્ણયને યોગ્ય ઠેરવતો ચૂકાદો આપ્યો

ઉત્તરપ્રદેશમાં 69,000 શિક્ષક ભરતી મામલામાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારે મૂકેલા કટ ઓફને યોગ્ય ઠરાવ્યો છે. શિક્ષક ભરતીમાં મૂકાયેલા કટ ઓફને લઇને શિક્ષામિત્રો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

By

Published : Nov 18, 2020, 3:19 PM IST

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ

લખનઉઃઉત્તરપ્રદેશમાં યુપી સરકારના 69,000 શિક્ષક ભરતીમાં કટ ઓફના મામલાને સુપ્રીમ કોર્ટે બહાલ રાખતો ચૂકાદો આપ્યો છે. કટ ઓફને યોગ્ય ઠેરવતાં શિક્ષામિત્રોને મોટો ફટકો પડ્યો છે. શિક્ષામિત્રોએ યોગી સરકારના શિક્ષક ભરતીના પદ ભરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ હવે સુપ્રીમ કોર્ટે શિક્ષક ભરતીનો રસ્તો ખુલ્લો કરી દીધો છે.

આવતા વર્ષે શિક્ષામિત્રોને મળશે મોકો

યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે નવા કટ ઓફના કારણે નોકરીથી વંચિત રહી ગયેલાં શિક્ષામિત્રોને આવતા વર્ષે વધુ એક મોકો આપવામાં આવશે.

શિક્ષક ભરતી પ્રક્રિયાની વચ્ચે કટ ઓફ વધારવાનો થયો હતો વિરોધ

શું હતી તકરાર

યુપીમાં શિક્ષક ભરતી પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવાર માટે કટ ઓફ 45 અને અનામત કેટેગરીના ઉમેદવાર માટે 40 રાખવામાં આવ્યાં હતાં. જોકે પેપરો ચાલી રહ્યાં હતાં તેવામાં વચ્ચે જ તેને વધારીને 65-60 કરી દેવામાં આવ્યાં હતાં. સરકારના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાયો હતો. જેમાં હાઈકોર્ટે પણ સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. આ પછી હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

શિક્ષામિત્રોની દલીલ હતી કે નિયુક્તિ પ્રક્રિયાની વચ્ચે કટ ઓફ વધારવા ગેરકાનૂની છે. આને જણાવીએ કે સુપ્રીમ કોર્ટે શિક્ષકોની ભરતીમાં કોઇ પણ પ્રકારની મનાઈ ફરમાવવા ઇનકાર કરી દીધો હતો. કટ ઓફ સહિતના અન્ય મુદ્દાઓ પરની દલીલો સુપ્રીમ કોર્ટમાં 24 જૂલાઈએ પૂર્ણ થઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને શિક્ષામિત્રો માટે 37,000 પદ રીઝર્વ રાખીને ભરતી કરવાનો પહેલાં જ આદેશ આપી દીધો હતો. યુપી સરકારે એ જ ક્રમમાં ભરતીની પ્રક્રિયાને પૂરી કરી લીધી છે. આ ભરતી પ્રક્રિયામાં લગભગ 28,000 પદ જ ભરી શકાયાં છે.

ABOUT THE AUTHOR

...view details