ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Nawab Malik News: સુપ્રીમ કોર્ટે નવાબ મલિકના વચગાળાની જામીનની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો - ઈડી

વર્ષ 2022માં NCP નેતા નવાબ મલિકની ધરપકડ ઈડીએ કરી હતી. ઈડીએ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારોને કથિત રીતે મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે આ વચગાળાની જામીનની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Supreme Court NCP Leader Nawab Malik ED Interim Bail 6 Months Extends

સુપ્રીમ કોર્ટે નવાબ મલિકના વચગાળાની જામીનની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો
સુપ્રીમ કોર્ટે નવાબ મલિકના વચગાળાની જામીનની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો

By ANI

Published : Jan 11, 2024, 4:54 PM IST

નવી દિલ્હીઃ ગુરુવારે સુપ્રીમ કોર્ટે NCP નેતા નવાબ મલિકની વચગાળાની જામીન મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો છે. ઈડી તરફથી વકીલ એસ. વી. રાજૂએ આ ચુકાદા પર કોઈ વાંધો ન દર્શાવતા ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદી અને ન્યાયાધીશ પંકજ મિથલની સંયુક્ત બેન્ચે નવાબ મલિકને હેલ્થ ગ્રાઉન્ડ પર વચગાળાની જામીનમાં 6 મહિનાનો વધારાનો ચુકાદો આપ્યો છે. એસ.વી. રાજૂએ કહ્યું કે, જામીનની મુદતમાં વધારો કરવામાં આવ્યો તેના પર ઈડીને કોઈ વાંધો નથી.

ગત વર્ષે 12 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં નવાબ મલિકના વચગાળાના જામીનમાં 3 મહિનાની મુદત વધારી હતી. 13 જુલાઈ 2023ના રોજ બોમ્બે હાઈ કોર્ટે નવાબ મલિકે હેલ્થ ગ્રાઉન્ડ પર જામીન માંગતી અરજી ફગાવી દીધી હતી. તેથી નવાબ મલિકે જામીન મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નવાબ મલિક કિડનીના રોગથી પીડાઈ રહ્યા છે. તેમજ ગત વર્ષે તેમણે 11 ઓગસ્ટના રોજ 2 મહિનાના જામીન મળ્યા પણ તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો નહીં.

ઈડીએ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારોની ગતિવિધિઓમાં કથિત રીતે સંકળાયેલા હોવાનો આરોપ નવાબ મલિક પર મુક્યો હતો. 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં મુખ્ય આરોપી એવા દાઉદ ઈબ્રાહિમ અને તેના સાથીદારો વિરુદ્ધ એનઆઈએ દ્વારા એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે. નવાબ મલિકની 22મી ફેબ્રુઆરી 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. નવાબ મલિકે કિડની રોગની સારવાર અર્થે હેલ્થ ગ્રાઉન્ડ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

  1. SC extends Bail: સુપ્રીમ કોર્ટે નવાબ મલિકની વચગાળાની જામીનમાં 3 મહિનાનો સમય વધાર્યો
  2. Nawab Malik against ED: બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન ન મળતા નવાબ મલિક પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

ABOUT THE AUTHOR

...view details