ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Strikes by Manish Tiwari of Congress : સિદ્ધુ અને ચન્નીને એન્ટરટેઈનર છે, પંજાબને ગંભીર લોકોની જરૂર છેઃ મનીષ તિવાર

વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબ કોંગ્રેસમાં(Assembly Elections in Punjab 2022) મુખ્યપ્રધાન પદને લઈને જંગ ચાલી રહ્યો છે. વર્તમાન મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ વચ્ચેની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ બંને પર પ્રહારો(Strikes by Manish Tiwari of Congress) કર્યા છે. તેમણે બંને નેતાઓને મનોરંજન કરનારા ગણાવ્યા છે.

Strikes by Manish Tiwari of Congress : સિદ્ધુ અને ચન્નીને એન્ટરટેઈનર છે, પંજાબને ગંભીર લોકોની જરૂર છેઃ મનીષ તિવાર
Strikes by Manish Tiwari of Congress : સિદ્ધુ અને ચન્નીને એન્ટરટેઈનર છે, પંજાબને ગંભીર લોકોની જરૂર છેઃ મનીષ તિવાર

By

Published : Jan 12, 2022, 2:03 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ ફરી એકવાર પંજાબના મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ પાર્ટી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પર આકરા પ્રહારો(Strikes by Manish Tiwari of Congress) કર્યા છે. મુખ્યપ્રધાન પદ માટે આ બંને નેતાઓના દાવા પર મનીષ તિવારીએ કહ્યું(Manish Tewari Spoke about Punjab) કે પંજાબને ગંભીર લોકોની જરૂર છે.

મનીષ તિવારીના ચન્ની અને સિદ્ધુ પર કટાક્ષ

મનીષ તિવારી પંજાબના આનંદપુર સાહિબથી કોંગ્રેસના સાંસદ પણ છે. ચન્ની અને સિદ્ધુ પર કટાક્ષ(Satire on Manish Tiwari's Channi and Sidhu) કરતા કહ્યું કે, બંનેને બિન-ગંભીર વ્યક્તિત્વ ગણાવ્યા, જેઓ હાલમાં લોકોનું મનોરંજન કરી રહ્યાં છે. મનીષ તિવારીએ ટ્વીટ કર્યું કે પંજાબને એવા મુખ્યપ્રધાનની જરૂર છે જે રાજ્યના પડકારોને હલ કરવાની ક્ષમતા ધરાવતા હોય અને કઠિન નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા હોય.

આ પણ વાંચોઃ PM Modi Security Breach: નવજોત સિંહ સિદ્ધુએ કર્યો વળતો પ્રહાર, IB અને કેન્દ્રીય એજન્સી પર ઊઠાવ્યો પ્રશ્ન

આંતરિક ઝઘડાના કારણે કોંગ્રેસે ચહેરા નામાંકિત કર્યા નથીઃ તિવારી

પંજાબને એવા ગંભીર લોકોની જરૂર છે જેઓ સોશિયલ એન્જિનિયરિંગ, મનોરંજન અને મફતની રાજનીતિ ન કરે. લોકોએ હંમેશા આવા લોકોને ચૂંટણીમાં નકાર્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસે હજુ સુધી આગામી વિધાનસભાની ચૂંટણીઓ(Assembly Elections in Punjab 2022) માટે તેના મુખ્યપ્રધાન પદના ચહેરા તરીકે કોઈને નામાંકિત કર્યા નથી. કારણ કે પક્ષ માને છે કે તે આંતરિક ઝઘડા અને આંતરિક તિરાડ પેદા કરે છે.

પંજાબ મુખ્યપ્રધાનની પસંદગી લોકો કરશેઃ નવજોત સિંહ સિદ્ધુ

ઉલ્લેખનીય છે કે, પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુએ મંગળવારે કહ્યું કે રાજ્યના આગામી મુખ્યપ્રધાનની પસંદગી(Selection of CM in Punjab) હાઈકમાન્ડ નહીં પણ લોકો કરશે. પોતાના પંજાબ મોડલનું વર્ણન કરતા સિદ્ધુએ કહ્યું હતું કે તે લોકોનું મોડલ છે, જે જનતાને ફરી સત્તામાં લાવશે.

આ પણ વાંચોઃ Punjab Assembly Election 2022: ભાજપે અકાલી દળ અને કોંગ્રેસની એકસાથે ખેરવી અનેક વિકેટ, આ નેતાઓ થયા BJPમાં સામેલ

ABOUT THE AUTHOR

...view details