મુંબઈ:યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો અને 2024માં દરમાં ઘટાડો કરવાનો સંકેત પણ આપ્યો, જેના કારણે વૈશ્વિક બજારોમાં ફાયદો થયો. કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 983 પોઈન્ટના ઉછાળા સાથે 70,528 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 1.31 ટકાના વધારા સાથે 21,198 પર બંધ થયો છે.
આજના ટ્રેડિંગ દરમિયાન, ટેક મહિન્દ્રા, LTIMindTree, Infosys, HCL Tech ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. તે જ સમયે HDFC લાઈફ, પાવર ગ્રીડ, ટાટા કન્ઝ્યુમર, નેસ્લે ઈન્ડિયામાં ઘટાડા સાથે કારોબાર થયો છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને રિયલ્ટી શેરોમાં ઉછાળા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થયા હતા. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ 1,000 પોઈન્ટ ઉછળ્યો હતો.