ગુજરાત

gujarat

ETV Bharat / bharat

STFએ એક કા ડબલ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડી પકડાઈ - સાયબર છેતરપિંડી

બોલીવુડ ફિલ્મ ફિર હેરાફેરીમાં જે રીતે એક કા ડબલ સ્કીમથી લોકો સાથે છેતરપિંડી થાય છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડ STFએ 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડીનો ખુલાસો કર્યો છે. પાવર બેન્ક નામની એપની માધ્યમથી આ સાઈબર ઠગ 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપતા હતા. ADG અભિનવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડનો ખુલાસો કર્યો હતો.

STFએ એક કા ડબલ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડી પકડાઈ
STFએ એક કા ડબલ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડી પકડાઈ

By

Published : Jun 9, 2021, 11:54 AM IST

  • ઉત્તરાખંડમાં 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડીનો પર્દાફાશ
  • પાવર બેન્ક નામની એપના માધ્યમથી કરોડોની છેતરપિંડીનું કૌભાંડ પકડાયું
  • આરોપીઓ એપના માધ્યમથી 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપતા હતા

દહેરાદૂનઃ ઉત્તરાખંડ STFએ 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડીનો ખુલાસો કર્યો છે. પાવર બેન્ક નામની એપની માધ્યમથી આ સાઈબર ઠગ 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપતા હતા. ADG અભિનવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડનો ખુલાસો કર્યો હતો. વિદેશી વેપારીઓ દ્વારા ભારતના બેન્ક ખાતાના માધ્યમથી કરવામાં આવતી છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીજીની પપૌત્રીને 62 લાખ રૂપિયાની છેતરપિંડી મામલે 7 વર્ષની જેલ

પૈસા ડબલ કરવાની લાલચ આપતા હતા

સાઈબર ઠગ લોકોની કમાઈને પચાવી પાડવા માટે 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપતા હતા. પીડિત રોહિત કુમારની ફરિયાદ પર STFએ મોટી કાર્યવાહી કરી છે. અત્યાર સુધી ઠગ પાવર બેન્ક નામની એપ્લિકેશનના માધ્યમથી લગભગ 250 કરોડ રૂપિયાની સાઈબર ઠગાઈ કરી ચૂક્યા હતા. મુખ્ય આરોપી પવન કુમાર પાંડેની STFએ નોઈડા સેક્ટર 99થી ધરપકડ કરી છે. આરોપી પાસે 19 લેપટોપ, 592 સિમ કાર્ડ, 5 મોબાઈલ ફોન, 4 એટીએમ અને 1 પાસપોર્ટ કબજે કર્યું હતું.

આ પણ વાંચો-2 વર્ષમાં જુદા જુદા શહેરોમાં 27 લોકોને નિશાન બનાવી 6.50 લાખની છેતરપિંડી આચરી, પોલીસે ઘરમાંથી ઝડપી પાડ્યો

રોહિતની ફરિયાદમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો

સાઈબર ગુનેગારો દ્વારા પાવર બેન્ક નામની એપના માધ્યમથી પૈસા રોકાણ કરવા પર 15 દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી સામાન્ય લોકોના પૈસા પડાવવામાં આવતા હતા. ગુનેગારો કરોડો રૂપિયાની છેતરપિંડીને અંજામ આપી રહ્યા હતા. આ ક્રમમાં એક પ્રકરણ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને મળ્યું, જેમાં પીડિત રોહિત કુમાર સ્થાનિક શ્યામપુર જનપદ હરિદ્વારને ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે, તેના મિત્રેએ કહ્યું હતું કે, પાવર બેન્ક એપથી પૈસાનું રોકાણ કરવાથી 15 દિવસમાં પૈસા ડબલ થઈ જાય છે. તેની વાત પર વિશ્વાસ કરી રોહિતે આ એપમાં 91,200 અને 73,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ તેની સાથે છેતરપિંડી થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details