અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણતાને આરે અયોધ્યાઃશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંદિરના નિર્માણને લઈને નવીનતમ માહિતી આપી છે. જે અનુસાર આગામી 22 જાન્યુઆરીના કાર્યક્રમની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પૂજા અને હવન માટે મંડપ અને યજ્ઞવેદી બનને તૈયાર છે. આ ઉપરાંત આવનાર મહેમાનોના સ્વાગત માટે સંપૂર્ણ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. તમામ મહેમાનો માટે ભોજન અને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવશે. ચંપત રાયે જણાવ્યું કે ભગવાનના મંદિરમાં પ્રતિમા સ્થાપિત કરવા અંગેનો અંતિમ નિર્ણય આગામી બે દિવસમાં લેવામાં આવશે. ત્રણ પ્રતિમાઓ બનાવવામાં આવી છે અને ચર્ચા બાદ બે દિવસમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા માટે તૈયારીઓ પૂર્ણતાને આરે અયોધ્યાવાસીઓ મહેમાનોનું સ્વાગત કરે:શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે વધુમાં જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિ મંદિરની ચારેય બાજુના વિસ્તારોમાં ભંડારા યોજાશે. દરેક અતિથિને ભોજન પ્રસાદી આપવામાં આવશે. ચંપત રાયે વધુમાં જણાવ્યું કે, તેમણે અયોધ્યાવાસીઓને આગ્રહ કર્યો છે કે, અયોધ્યા આવતા તમામ રામ ભક્તો અયોધ્યાવાસીઓના મહેમાન છે માટે તેમને આવકારવામાં કોઈ કમી ન રહેવી જોઈએ. અયોધ્યાવાસી રામ ભક્તોની સેવા કરવા માટે શક્ય બને તેમ ચા, બિસ્કિટ અને બ્રેડનું વિતરણ કરે તેવી વિંનતી પણ તેમણે કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે, મંદિરની આસપાસ આવા 100 જેટલા કેમ્પ લગાવવામાં આવ્યા છે. આ સાથે અયોધ્યા શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ ટ્રસ્ટે ઉપાડી છે. ઉદાહરણ તરીકે, જો બિસ્કિટના પેકેટ ક્યાંક વહેંચવામાં આવે છે, તો તેના ખાલી રેપર પણ જમીન પર પડી જશે. તો કચરાનો સુવ્યવસ્થિત સંગ્રે અને પાણીની ખાલી બોટલો ડસ્ટબિનમાં નાખવા જેવી જવાબદારી સહિત સમગ્ર અયોધ્યાને સ્વચ્છ રાખવાની જવાબદારી ઉપાડી છે.
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા માટે તૈયારીઓ પૂર્ણતાને આરે પીએમ મોદીની અયોધ્યા મુલાકાત: મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાત આવનાર છે. આ દરમિયાન તેઓ રામ જન્મભૂમિ સંકુલની મુલાકાત લેશે તેવા પ્રશ્ન પર ચંપત રાયે કહ્યું હતું કે, અમને વડાપ્રધાન રામ જન્મભૂમિ સંકુલની મુલાકાત વિશે કોઈ માહિતી મળી નથી. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમનો પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમ છે, તેથી લાગે છે કે તેમની પાસે સમય બાકી રહેશે નહીં. તેમની મુલાકાત અયોધ્યા એરપોર્ટ અને અયોધ્યા ધામ જંકશન સ્ટેશનના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન અને જાહેર સભા માટે છે. અત્યાર સુધી વડાપ્રધાન રામ લલ્લાના દર્શન કરવા આવશે તેની કોઈ માહિતી નથી. તેમના આગમન અને પ્રસ્થાન વિશેની તમામ માહિતી PMO દ્વારા જ આપવામાં આવે છે. અયોધ્યામાં તેમનું આગમન પણ હવામાન પર નિર્ભર કરે છે. જો હવામાન ખરાબ હશે તો હવાઈ સેવા પ્રભાવિત થઈ શકે છે અને આ કાર્યક્રમને પણ અસર થઈ શકે છે.
મંદિરને લઈને સમયાંતરે અપાઈ છે માહિતી: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, બાંધકામ મંદિરના અને પ્રાણ પ્રતિષ્ઠા અંગેની સાચી માહિતી ટ્રસ્ટ દ્વારા સમયાંતરે આપવામાં આવે છે. આ ઉપરાંત મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠાને લગતા અનેક સમાચારો પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવે છે. ચંપત રાયે માધ્યમોમાં રામ મંદિરને લઈને પ્રસારિત થતાં જુદાં-જુદાં સમાચારોને લઈને કહ્યું હતું કે, કેટલાંક સમાચાર લોકોના પોતાના વિચાર છે. આવા સમાચાર સાથે અમારે કોઈ લેવાદેવા નથી. જ્યાં સુધી ભગવાન રામના નગર દર્શનનો સવાલ છે, અમે તે સમયના સંજોગો અનુસાર તમામ કાર્યક્રમો અંગે અંતિમ નિર્ણય લઈશું. આ કાર્યક્રમોની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી અમે ઈચ્છીએ છીએ કે કાર્યક્રમ ભવ્ય રીતે યોજાય અને સુંદર વાતાવરણ જળવાઈ રહે. મંદિરના નિર્માણ કરતાં દીવાલમાં વધુ પત્થરોનો ઉપયોગ થવાના પ્રશ્ન પર ચંપત રાયે કહ્યું કે હા, તે સાચું કહી શકાય પરંતુ એ સારી રીતે સમજવું પડશે કે જેણે પણ આ માહિતી આપી છે તે તેનો પોતાનો અભિપ્રાય છે.
- Ayodhya Dham Junction : રામનગરી રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામ જંકશન તરીકે ઓળખાશે, CM યોગીની ઈચ્છા થઇ પૂરી
- ઉત્તરાખંડની શિયાળુ ચારધામ યાત્રાનો નજારો છે મનમોહક, જુઓ ડ્રોન દ્વારા અદભૂત નજારો