ચંદીગઢઃ પંજાબ પોલીસે આખરે 36 દિવસ બાદ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કરી લીધી છે. પ્રેસ કોન્ફરન્સમાં પંજાબ પોલીસના આઈજી સુખચૈન સિંહ ગિલે માહિતી આપી કે અમૃતપાલની આજે સવારે મોગાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. આઈજી સુખચૈન સિંહે કહ્યું કે પંજાબ પોલીસની તમામ પાંખો સાથે મળીને કામ કરી રહી છે. NSA હેઠળ અમૃતપાલ સિંહ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
ગુરુદ્વારાની ગરિમાને ધ્યાનમાં રાખી ધરપકડ:તેમણે જણાવ્યું કે અમૃતપાલની આજે સવારે 6.45 વાગ્યે મોગા જિલ્લાના રોડે ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. આઈજીએ જણાવ્યું કે પોલીસને બાતમી મળી હતી કે અમૃતપાલ ગુરુદ્વારાની અંદર હાજર છે, ત્યારબાદ પંજાબ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સમગ્ર ગામને કોર્ડન કરી લીધું હતું. ગુરુદ્વારાની ગરિમાને ધ્યાનમાં રાખીને પોલીસે આ કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો:Amritpal Video: ધરપકડ પહેલા અમૃતપાલે મોગાના ગુરુદ્વારામાં આપ્યો ઉપદેશ, સામે આવ્યો વીડિયો