ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગણામાં ગેમ ગેલેરી થઈ ધરાશાયી, લગભગ 100 લોકો ઈજાગ્રસ્ત

નેશનલ જુનિયર કબડ્ડી રમત દરમિયાન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલી ગેલેરી ધરાશાયી થઈ હતી અને 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના તેલંગણાના સૂર્યપેટ જિલ્લામાં થઈ હતી.

TELANGANA
TELANGANA

By

Published : Mar 23, 2021, 8:14 AM IST

  • તેલંગણામાં ગેમ ગેલેરી ધરાશાયી થઈ
  • ઘટના 47માં જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશીપની શરૂઆત પહેલા જ બની હતી
  • ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

હૈદરાબાદ: તેલંગણાના સૂર્યપેટ જિલ્લામાં કબડ્ડી ટુર્નામેન્ટ પહેલા સોમવારના રોજ રમતગમતની ગેલેરી ધરાશાયી થતાં લગભગ 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે જણાવ્યું કે, તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી પાંચ કે છ લોકોને ફ્રેક્ચર થયું છે. અન્ય લોકોને થયેલી ઇજાઓ વિશે હજુ સુધી જાણી શકાયું નથી.

તેલંગણામાં ગેમ ગેલેરી થઈ ધરાશાયી

તેલંગણામાં ગેમ ગેલેરી ધરાશાયી થઈ

રમતગમતની ગેલેરી ધરાશાયી થવાની ઘટના અંગે પોલીસે કહ્યું કે, લાકડાની બનેલી આ ગેલેરી અને અન્ય વસ્તુઓથી બનેલી આ ગેલેરી નબળા બાંધકામને કારણે પડી ભાંગી હતી. તેમણે કહ્યું હતું કે, ઘટનાનાં ચોક્કસ કારણો તપાસ બાદ જ જાણવા મળશે.

તેલંગણામાં ગેમ ગેલેરી ધરાશાયી થતાં 50 લોકો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: બિહારમાં સ્કૂલની દિવાલ પડતા 6 મજૂરના મોત, 3 ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગેલેરીના ધરાશાયી થયાં બાદ અનેક દર્શકો ઈજાગ્રસ્ત થયાં હતા ત્યારે તેઓને એમ્બ્યુલન્સ, પોલીસ અને અન્ય વાહનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટના 47માં જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશીપની શરૂઆત પહેલા જ બની હતી

ઘટના 47માં જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશીપની શરૂઆત પહેલા જ બની હતી

આ ઘટના 47 માં જુનિયર રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશીપની શરૂઆત પહેલા જ બની હતી. આ ટૂર્નામેન્ટનું આયોજન તેલંગણા કબડ્ડી એસોસિએશન અને સૂર્યપેટ જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સ્મશાનભૂમિની છત તૂટતા 25 લોકોના મોત

ABOUT THE AUTHOR

...view details