નવી દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટે પત્રકાર સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસમાં 4 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે આ સાથે પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જ્યારે એક આરોપી અજય સેઠીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
હત્યા અને મકોકા કલમ હેઠળ દોષિતઆપને જણાવીએ કે, 18 ઓક્ટોબરે કોર્ટે સૌમ્યા વિશ્વનાથનની હત્યા અને મકોકા કેસમાં 4 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં. જ્યારે એક આરોપીને મકોકા હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સાકેત કોર્ટ દ્વારા હત્યાના દોષી ઠેરવવામાં આવેલા આરોપીઓમાં રવિ કપૂર, અજય કુમાર, અમિત શુક્લા અને બલજીત મલિકનો સમાવેશ થાય છે. કોર્ટે આ ચાર આરોપીઓને MCOCA કલમ 3(1)(i) માટે પણ દોષિત ઠેરવ્યા હતાં. આ કેસમાં ચોથા આરોપી અજય સેઠીને ભારતીય દંડ સંહિતાની કલમ 411 અને MCOCA ની કલમ 3(2) અને 3(5) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.
2008માં થઈ હતી હત્યા પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની 30 સપ્ટેમ્બર 2008ના રોજ સવારે 3:30 વાગ્યે ઘરે પરત ફરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે વિશ્વનાથનની હત્યા પાછળ લૂંટનો હેતુ હતો. જોકે, પોલીસે તેની હત્યા માટે પાંચ આરોપી રવિ કપૂર, અમિત શુક્લા, બલજીત મલિક, અજય કુમાર અને અજય શેટ્ટીની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓ માર્ચ 2009થી પોલીસ કસ્ટડીમાં છે.
જિગીશા ઘોષ હત્યા કેસમાં પણ દોષિત જણાવી દઈએ કે આરોપી બલજીત મલિક વિરુદ્ધ મકોકા હેઠળ કેસ ચાલી રહ્યો છે, જેના કારણે તેને નિયમિત જામીન મળી રહ્યા નથી. આ કેસમાં બલજીત ઉપરાંત રવિ કપૂર અને અમિત શુક્લા પણ આરોપી છે. આ સિવાય રવિ કપૂર અને અમિત શુક્લાને 2009માં આઈટી એક્ઝિક્યુટિવ જિગીશા ઘોષ હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતાં.
- પત્રકાર સૌમ્યા વિશ્વનાથનના હત્યારાઓની સજા પર કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો, સજા 25મી નવેમ્બરે થશે
- Journalist Soumya Vishwanathan: પત્રકાર સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા