સોમાલિયા: એક મતદાન મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં એક મહિલા સંસદસભ્ય સહિત ઓછામાં ઓછા 48 લોકો માર્યા ગયા છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. આ હુમલો (Somalia bomb blast) બુધવારે મોડી રાત્રે સોમાલિયાની રાજધાની મોગાદિશુ (Somalia capital)ના હિરાન ક્ષેત્રના બેલેડવેન શહેરમાં થયો હતો. મૃતકોમાં વિપક્ષી સાંસદ અમીન મોહમ્મદ અબ્દીનો પણ સમાવેશ થાય છે, જેઓ સરકારના સ્પષ્ટવક્તા ટીકાકાર ગણાતા હતા, જેઓ તેમની બેઠક પર આગામી નેશનલ એસેમ્બલીની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા.
સોમાલિયામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં સંસદસભ્ય સહિત 48 લોકો માર્યા ગયા
સોમાલિયામાં એક મતદાન મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં એક મહિલા સંસદસભ્ય સહિત ઓછામાં ઓછા 48 લોકો માર્યા ગયા છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. આ હુમલો (Somalia bomb blast) બુધવારે મોડી રાત્રે સોમાલિયાની રાજધાની મોગાદિશુના હિરાન ક્ષેત્રના બેલેડવેન શહેરમાં થયો હતો.
સોમાલિયામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં સંસદસભ્ય સહિત 48 લોકો માર્યા ગયા
અલ-શબાબે હુમલાની જવાબદારી લીધી: સોમાલિયાના હિરશાબેલે પ્રાંતના ગવર્નર અલી ગુડલાવેએ જણાવ્યું હતું કે, સોમાલી વિદ્રોહી જૂથ અલ-શબાબે હુમલાની જવાબદારી લીધી છે. હુમલામાં ઓછામાં ઓછા 48 લોકો માર્યા ગયા, જેમાં મોટા ભાગના નાગરિકો હતા. તેમણે કહ્યું કે 108 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. ગયા મહિનાની શરૂઆતમાં, એવા અહેવાલ હતા કે અલ-શબાબ ઉગ્રવાદી સંગઠનના આતંકવાદીઓએ સોમાલિયાની રાજધાનીની બહારના વિસ્તારમાં આ હુમલો કર્યો હતો.