ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 42,000થી વધુ ઈ-પાસ અપાયા, 2,530થી વધુ શ્રદ્ધાળુઓએ ચારેય ધામના દર્શન કર્યા - પોલીસ બળ તહેનાત

લાંબી રાહ જોયા પછી નૈનીતાલ હાઈકોર્ટના આદેશ પર 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે SOP જાહેર કરી છે. તો અત્યાર સુધી ચારધામ યાત્રા માટે 42,000થી વધુ ઈ-પાસ જાહેર કરવામાં આવી ચૂક્યા છે. અત્યાર સુધી 2,530થી વધુ શ્રદ્ધાળુઓએ ચારેય ધામના દર્શન કર્યા છે.

ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 42,000થી વધુ ઈ-પાસ અપાયા, 2,530થી વધુ શ્રદ્ધાળુઓએ ચારેય ધામના દર્શન કર્યા
ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 42,000થી વધુ ઈ-પાસ અપાયા, 2,530થી વધુ શ્રદ્ધાળુઓએ ચારેય ધામના દર્શન કર્યા

By

Published : Sep 20, 2021, 11:40 AM IST

  • નૈનીતાલ હાઈકોર્ટના આદેશ પર 18 સપ્ટેમ્બરથી ચારધામ યાત્રા શરૂ થઈ છે
  • ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે SOP જાહેર કરી છે
  • અત્યાર સુધી ચારધામ યાત્રા માટે 42,000થી વધુ ઈ-પાસ જાહેર કરવામાં આવી ચૂક્યા

દહેરાદૂનઃ ઉત્તરાખંડ ચારધામ યાત્રાની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. ત્યારબાદથી જ યાત્રા માટે દેવસ્થાનમ્ બોર્ડની વેબસાઈટ પર ઈ-પાસ જાહેર કરવામાં આવી રહ્યા છે. તો અત્યાર સુધી ચારધામ માટે 42,000થી વધુ ઈ-પાસ જાહેર કરાઈ ચૂક્યા છે. જ્યારે 2,530થી વધુ તીર્થયાત્રીઓએ ચારધામના દર્શન કર્યા છે. આટલું જ નહીં, ચારધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નૈનીતાલ હાઈકોર્ટે 16 સપ્ટેમ્બરે ચારધામ યાત્રા અંગે થયેલી સુનાવણી પર યાત્રા શરૂ કરવાના હેતુ નિર્ણય આપ્યો હતો. રાજ્ય સરકાર અને દેવસ્થાનમ બોર્ડે કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર, SOP જાહેર કરી. ત્યારબાદથી 18 સપ્ટેમ્બરે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો.

આ પણ વાંચો-ચારધામમાં ફરી આવી રોનક, બપોર સુધી 350 શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન

યાત્રાનું સંચાલન SOP અંતર્ગત થઈ રહ્યું છે

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ ચારધામ યાત્રાના સફળતાપૂર્વક શુભારંભ અંગે ખુશી વ્યક્ત કરી છે. જ્યારે પ્રવાસન/ચેરિટી પ્રધાન સતપાલ મહારાજે કહ્યું હતું કે, તીર્થયાત્રી ચારધામ યાત્રા માટે ઉત્સુક છે. એટલું જ નહીં મુખ્ય સચિવ ડો. એસ. એસ. સંધુ ચારધામ યાત્રાના વ્યવસ્થિત સંચાલન અંગે સતત અધિકારીઓને નિર્દેશ આપી રહ્યા છે. તો પ્રવાસન સચિવ દિલીપ જાવલકરે જણાવ્યું હતું કે, ચારધામ યાત્રાની સાથે ઉત્તરાખંડ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. જ્યારે ચેરિટી સચિવ એચ. સી. સેમવાલે કહ્યું હતું કે, યાત્રાનું સંચાલન SOP અંતર્ગત થઈ રહ્યું છે.

આ પણ વાંચો-આજથી ચારધામ યાત્રા શરૂ: રજિસ્ટ્રેશન, ઈ-પાસ સહિતની તમામ માહિતી મેળવો માત્ર એક ક્લિકમાં...

આ રીતે કરાવી શકશો રજિસ્ટ્રેશનઃકેદારનાથ ધામમાં પ્રતિદિન 800 શ્રદ્ધાળુઓ, બદરીનાથ ધામમાં 1,000, ગંગોત્રીમાં 600, યમનોત્રી ધામમાં કુલ 400 શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી આપવામાં આવી છે. ચારધામ યાત્રા પર ઉત્તરાખંડથી બહારના શ્રદ્ધાળુઓ માટે દહેરાદૂન સ્માર્ટ સિટી પોર્ટલ http://smartcitydehradun.uk.gov.in में रजिस्ट्रेशन अनिवार्य है और ई- पास के लिए देवस्थानम बोर्ड की वेबसाइट www.devasthanam.uk.gov.in કે http://badrinah-Kedarnath.uk.gov.in પ્રત્યેક શ્રદ્ધાળુએ કોરોનાન નેગેટિવ રિપોર્ટ અથવા વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. ઉત્તરાખંડના લોકોએ સ્માર્ટ સિટી પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી નથી.

પોલીસ બળ તહેનાતઃઉત્તરાખંડના ચમોલી, રુદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ધામોમાં યોજાનારી ચારધામ યાત્રા દરમિયાન જરૂરિયાત અનુસાર પોલીસ બળ તહેનાત કરવામાં આવ્યું છે. આ સાથે જ મુનિકીરેતી, દેવપ્રયાગ, ટિહરી, ઉત્તરકાશી, બડકોટ, રુદ્રપ્રયાગ, સોનપ્રયાગ, જોશીમઠ, પાંડુકેશ્વર સહિત ચારેય ધામોને પ્રવેશ માર્ગથી પોલીસ દ્વારા તીર્થયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે. ધામોમાં શ્રદ્ધાળુઓ કોઈ પણ કુંડમાં સ્નાન નથી કરી રહ્યા. કોરોના પ્રોટોકોલ અને સામાજિક અંતરનું પાલન કરવું ફરજિયાત છે.

અત્યાર સુધી 42,000થી વધુ ઈ-પાસ જાહેર કરાયા

ગઢવાલ કમિશનર અને ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રવિનાથ રમને જણાવ્યું હતું કે, રવિવારે બદરીનાથ ધામ માટે 1,645, કેદારનાથ માટે 2,160, ગંગોત્રી માટે 788 અને યમુનોત્રી ધામ માટે 598 ઈ-પાસ જાહેર કરવામાં આવ્યા છે. તેવામાં અત્યાર સુધી 42,000થી વધુ ઈ-પાસ જાહેર કરાયા છે, જેમાંથી દિવસ સુધી બદરીનાથ ધામ 9,989, કેદારનાથ માટે 18,934, ગંગોત્રી માટે 4,727, યમુનોત્રી માટે 4,361 ઈ-પાસ જાહેર થઈ ચૂક્યા છે. અત્યારે પણ ઈ-પાસ આપવાનું કામ ચાલી રહ્યું છે. તો દેવસ્થાનમ્ બોર્ડના મીડિયા પ્રભારી ડો. હરિશ ગૌડે જણાવ્યું હતું કે, ચારધામ સિવાય ઉત્તરી કેદાર રુદ્રનાથ, તૃત્તીય કેદાર તુંગનાથ, ચતુર્થ કેદાર રુદ્રનાથ અને પંચ બદરી યોગ બદરી પાંડુકેશ્વર, ધ્યાન બદરી ઉર્ગમ, ભવિષ્ય બદરી સુભાઈ (જોશીમઠ) વૃદ્ધ બદરી અમીમઠ સહિત દેવસ્થાનમ્ બોર્ડના ગૌણ મંદિરોમાં પણ તીર્થ યાત્રી પહોંચ્યા છે. ગોવિંદ ઘાટ ગુરુદ્વારાથી સરદાર સેવા સિંહે દેવસ્થાનમ્ બોર્ડને જણાવ્યું હતું કે, પવિત્ર ગુરુદ્વારા હેમકુંડ સાહિબ/લોકપાલ તીર્થ માટે આજે 72 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details