અલવરઃ જયપુરથી દિલ્હી જતી ડબલ ડેકર સુપરફાસ્ટ ટ્રેનમાં સોમવારે સવારે અચાનક વ્હીલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. મુસાફરોએ આગ અંગે ટ્રેન સ્ટાફને જાણ કરી હતી. બસવા સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. એન્જિનિયરોએ વ્હીલ પાસે બ્રેક લગાવી અને તેના પર પાણી રેડીને ધુમાડો ઓછો કર્યો. સમસ્યાનો ઉકેલ આવ્યા બાદ ટ્રેનને દિલ્હી રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેનમાં હોબાળો મચી ગયો હતો અને મુસાફરો અહીં-તહીં ભાગવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃCylinder Blast in Delhi: સિલિન્ડર બ્લાસ્ટને કારણે મકાન ધરાશાયી, 8 વ્યક્તિને ગંભીર ઈજા
આગ સમયસર કાબૂમાં આવીઃબસવા રેલ્વે સ્ટેશનના સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું કે, સોમવારે સવારે ઘટનાની માહિતી મળતાં જ ટ્રેનને એન્જિનિયરે બ્રેક મુકીને બસવા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. જે બાદ ટ્રેનને આગળ મોકલવામાં આવી હતી. એન્જિનિયરોએ વ્હીલમાં ચોંટેલી બ્રેક કાઢી નાખી. આ દરમિયાન ટ્રેનને બસવા સ્ટેશન પર થોડીવાર રોકી દેવામાં આવી હતી, બાદમાં ટ્રેનને દિલ્હી રવાના કરવામાં આવી હતી. સદનસીબે આ દરમિયાન કોઈ મોટી ઘટના બની ન હતી. સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, આગને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી.